IND vs ENG: પીચની તૈયારીને લઈ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વોને ફોટો શેર કરતા ફેન્સ ખફા, ટ્રોલ કરી મુક્યો

|

Feb 28, 2021 | 8:09 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં પીચનો વિવાદ શમવાનું જાણે નામ નથી લેતો. ચેન્નાઈ પછી અમદાવાદ ટેસ્ટ દરમ્યાન પણ પીચને લઈને વિવાદ વર્તાવા લાગ્યો હતો.

IND vs ENG: પીચની તૈયારીને લઈ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વોને ફોટો શેર કરતા ફેન્સ ખફા, ટ્રોલ કરી મુક્યો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં પીચનો વિવાદ શમવાનું જાણે નામ નથી લેતો. ચેન્નાઈ પછી અમદાવાદ ટેસ્ટ દરમ્યાન પણ પીચને લઈને વિવાદ વર્તાવા લાગ્યો હતો. ચેન્નાઈ ટેસ્ટ (Chennai Test) અને અમદાવાદ ટેસ્ટ (Ahmedabad Test) મેચ ઝડપથી પુર્ણ થઈ હતી અને જે દરમ્યાન પીચ અંગે ચર્ચા થવા લાગી હતી. જોકે આ દરમ્યાન અનેક દિગ્ગજોએ પીચનું સમર્થન કર્યુ હતુ. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan)ને ઈંગ્લીશ ટીમની હાર સહેજ પણ પચી નથી રહી. જેને લઈને તે અવારનવાર હવે પીચને લઈને નિશાન તાકી રહ્યા છે. જોકે વોનની હવેની ટીકાની શૈલીને લઈ ફેન્સ તેની પર ખફા થઈ ઉઠ્યા છે. વોને હવે ચોથી ટેસ્ટ મેચને લઈને પીચની તૈયારીઓને લઈને વધુ એકવાર નિશાન તાક્યુ છે. તેણે જમીન ખેડતા ખેડૂતની તસ્વીર શેર કરી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

માઈકલ વોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખેતી કરતા એક ખેડૂતનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે હું એ રિપોર્ટ કરી શકુ છુ કે, ચોથી ટેસ્ટ મેચ માટે તૈયારીઓ શાનદાર ચાલી રહી છે. ક્યૂરેટરને આશા છે કે ઝડપી મુવમેન્ટ, ગુડ કૈરી અને કદાચ પાંચમાં દિવસે બોલ સ્પિન થશે. માઈકલ વોનનું આ સ્વરુપ ફેન્સને બિલકુલ માફક આવ્યુ નથી. લોકોએ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનને ખૂબ ટ્રોલ કર્યો છે. વોન આ ટેસ્ટ શ્રેણીની શરુઆતથી જ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે.

 

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવ્યુ હતુ. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલીંગ સામે ઈંગ્લીશ બેટ્સમેનો લાચાર બની ગયા હતા. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનીંગમાં માત્ર 112 રન અને બીજી ઈનીંગમાં માત્ર 81 રન કરીને ઓલ આઉટ થઈ ગયા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે 22મી મેચ રહી હતી કે જેનું પરિણામ માત્ર બે દિવસની અંદર જ આવ્યુ હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમવામાં આવેલ આ મેચમાં 30 વિકેટ પડી હતી, જેમાંથી 28 વિકેટ સ્પિનરોને નામે રહી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પણ પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: INDvsENG: જસપ્રિત બુમરાહની રજાને લઈને કેપ્ટન વિરાટ કોહલીએ બતાવ્યુ કારણ, જાણો શું કહ્યું

Next Article