IND vs ENG: હાર બાદ ક્રિકેટ ચાહકો વિરાટ કોહલી પર લાલઘુમ, કહ્યુ કેપ્ટનશીપ છીનવી રહાણેને સોંપો

ઇંગ્લેંડ (England) સામેની ચાર મેચોની ટેસ્ટ શ્રેણી (Test Series) ની ટેસ્ટ સિરીઝની શરુઆત ભારત માટે સારી રહી નથી. મહેમાન ટીમે ભારતને ચેન્નાઇ (Chenna) માં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 227 રનની કારમી હાર આપી છે. આ મેચ ખૂબ જ મહત્વની હતી. કારણ કે નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) બ્રેક બાદ મેદાનમાં પરત ફર્યો હતો.

IND vs ENG: હાર બાદ ક્રિકેટ ચાહકો વિરાટ કોહલી પર લાલઘુમ, કહ્યુ કેપ્ટનશીપ છીનવી રહાણેને સોંપો
કોહલીને હટાવીને હવે રહાણેને કેપ્ટન બનાવવા માટે માંગ ઉઠવા લાગી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 10, 2021 | 10:16 AM

ઇંગ્લેંડ (England) સામેની ચાર મેચોની ટેસ્ટ શ્રેણી (Test Series) ની ટેસ્ટ સિરીઝની શરુઆત ભારત માટે સારી રહી નથી. મહેમાન ટીમે ભારતને ચેન્નાઇ (Chenna) માં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 227 રનની કારમી હાર આપી છે. આ મેચ ખૂબ જ મહત્વની હતી. કારણ કે નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) બ્રેક બાદ મેદાનમાં પરત ફર્યો હતો. સાથએ જ ભારતીય ટીમ (Team India) ઘરેલુ મેદાન પર ટેસ્ટ મેચ રમી રહી છે. પરંતુ ના તો વિરાટ કોહલી પોતાના જાણિતા અંદાજમાં નજરે આવ્યો કે, ના તો ટીમ પસંદગીમાં ખરો ઉતર્યો છે. આવામાં સોશિયલ મિડીયા પર વિરાટ કોહલીથી કેપ્ટનશીપ છીનવી લઇને અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ને કમાન સોંપવાની માંગ થવા લાગી છે.

અજીંક્ય રહાણેને કેપ્ટનશીપ સોંપી દેવી જોઇએ એ ચર્ચા થવાના કારણ પણ તેનુ ઓસ્ટ્રેલીયા પ્રદર્શન છે. જે સૌએ જોયુ છે કે તેણે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડીયાને જબરદસ્ત જીત અપાવી હતી. અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમએ મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીતી અને સિડની ટેસ્ટ ડ્રો કરાવી હતી. આમ આખરી મેચ બ્રિસબેન ટેસ્ટમાં જીત મેળવીને ઐતિહાસિક રીતે ઓસ્ટ્રેલીયામાં જીત મેળવી હતી. હવે રહાણેની તેની એ જ કેપ્ટનશીપને ફેન્સ યાદ કરવા લાગ્યા છે અને માંગ કરી બેઠા છે, કમાન તેને સોંપવા માટે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હવે સોશિયલ મિડીયા પર ક્રિકેટ ફેન્સ વિરાટ કોહલી અને રહાણેની કેપ્ટનશીપની તુલના કરવા સાથે હવે કારણો પણ ગણાવવા લાગ્યા છે. જેમ કે રહાણેએ ઓસ્ટ્રેલીયામાં નેટ બોલર્સના દમ પર જ ટીમ ઇન્ડીયાએ ઐતિહાસિક જીત મેળવી હતી. જ્યારે વિરાટ દિગ્ગજોની વાપસી અને ઘરેલુ સંજોગો વચ્ચે હોવા છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શક્યો નથી. કોહલીને હટાવીને હવે રહાણેને કેપ્ટન બનાવવા માટે માંગ ઉઠવા લાગી છે. એક પ્રશંસકે તો એટલી હદે કહી દીધુ છે કે વ્યક્તિગત રેકોર્ડની નહી એક લીડરની જરુર છે. તો બીજા એક પ્રશંસકે કહ્યુ, પહેલા ન્યુઝીલેન્ડમાં હાર મળી, પછી ઓસ્ટ્રેલીયામાં મળી અને વિરાટની આગેવાનીમાં હવે ઘર આંગણે ઇંગ્લેંડ સામે હાર મળી. અમને વિરાટ એક બેટ્સમેનના રુપમાં જોઇએ છે, એક કેપ્ટનના રુપમાં નહી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">