IND vs AUS T20 : ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડ કપ પહેલા, 3 T20 મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે

|

May 10, 2022 | 3:25 PM

એરોન ફિન્ચ(Aaron Finch)ની આગેવાની હેઠળ T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બર 2022 માં ભારત સામે 3 મેચની T20I શ્રેણી (IND vs Aus) માટે ભારતનો પ્રવાસ કરશે.

IND vs AUS T20 : ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડ કપ પહેલા, 3 T20 મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે
ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડ કપ પહેલા 3 T20 મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે

Follow us on

IND vs AUS T20: વ્યસ્ત સમયપત્રક મુજબ, ઓસ્ટ્રેલિયા (Australia) ઝિમ્બાબ્વે સામે સફેદ બોલની સીરિઝ શરૂ કરશે અને T20 વર્લ્ડ કપ(T20 World Cup) ની તૈયારીઓ પૂર્ણ કરશે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2018/19માં ભારતનો પ્રવાસ કર્યો હતો અને 3 મેચની T20I સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તેઓ ભારત સામે તેમની પ્રથમ T20I શ્રેણી જીત નોંધાવવા આતુર હશે, જે તેઓ અગાઉની દ્વિપક્ષીય સીરિઝમાં હાંસલ કરી શક્યા ન હતા. વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપ (Australia Tour of India) પહેલા આત્મવિશ્વાસ વધારવાની રાહ જોશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પછી, ભારતીય ચાહકોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જબરદસ્ત ડોઝ મળવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા સતત એક્શનમાં જોવા મળશે. મંગળવારે ઓસ્ટ્રેલિયાએ તેના શિડ્યુલની જાહેરાત કરી હતી, જે મુજબ તે ટીમ ઈન્ડિયા સાથે પણ ટક્કર કરવા જઈ રહ્યું છે.

 ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2016/17માં ભારતનો પ્રવાસ કર્યો

ઓસ્ટ્રેલિયા ફેબ્રુઆરી અને માર્ચ 2023માં 4 મેચની ટેસ્ટ સીરિઝ માટે પણ ભારતનો પ્રવાસ કરશે. આ સીરિઝ ચાલુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હોવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2016/17માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તેઓ ભારત સામે છેલ્લી ત્રણ ટેસ્ટ સીરિઝ ગુમાવી ચૂક્યા છે અને નવા એશિઝ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ હેઠળ આ દુષ્કાળને સમાપ્ત કરવા માટે આતુર હશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તમને જણાવી દઈએ કે IPL 2022 પછી 9 જૂનથી ટીમ ઈન્ડિયાનો સામનો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે તેમના ઘરઆંગણે થશે. આ T20 સિરીઝમાં પાંચ મેચ રમાશે. આ પછી, 26 જૂનથી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે બે T20 મેચોની શ્રેણી રમશે.  ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટ મેચ 1 જુલાઈથી શરૂ થશે. આ પછી ઈંગ્લેન્ડ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાશે. ટી-20 સિરીઝ 7 જુલાઈ અને વનડે સિરીઝ 12 જુલાઈથી શરૂ થશે.

 ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરથી શરૂ થશે

22 જુલાઈથી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વિન્ડીઝની ટીમ સામે 29 જુલાઈથી પાંચ મેચોની T20 સિરીઝ રમાશે. T20 સિરીઝની છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે. ઓસ્ટ્રેલિયાના શેડ્યૂલ મુજબ તે સપ્ટેમ્બરમાં ભારત સામે ટી-20 સિરીઝ રમવાની છે. T20 સિરીઝમાં કુલ ત્રણ મેચ રમાશે. તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરથી શરૂ થશે અને તે રીતે આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ટેસ્ટ જેવી હશે.

Next Article