AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, 2nd T20I, LIVE Streaming: ધર્મશાળામાં આજે T20 સિરીઝની બીજી મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

ભારતે પ્રથમ T20Iમાં શ્રીલંકાને 62 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે તેની પાસે સિરીઝ જીતવાની તક છે

IND vs SL, 2nd T20I, LIVE Streaming: ધર્મશાળામાં આજે T20 સિરીઝની બીજી મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે
India Vs Sri Lanka: ભારત 1-0 થી સરસાઇ મેળવી ચુક્યુ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 9:35 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શનિવારથી શ્રીલંકા (India Vs Sri Lanka) સામેની T20 શ્રેણી માં જીતના ઈરાદા સાથે ઉતરશે. પોતાના બેટિંગ અભિગમમાં બદલાવ બાદ સતત સારું પ્રદર્શન કરતી ભારતીય ટીમ શનિવારે શ્રીલંકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ જીતીને સતત બીજી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. ગયા વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભારતને પોતાના દૃષ્ટીકોણને બદલવાની ફરજ પડી હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ યુવા ખેલાડીઓને તક આપી અને હવે તે બદલાયેલી ટીમ જેવી લાગી રહી છે.

ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં હજુ સમય છે, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં ખેલાડીઓનું એક જૂથ તૈયાર છે, જે આ ટૂર્નામેન્ટમાં રમશે તેવું માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા યુવા ઓપનર ઈશાન કિશને શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં મોટી ઈનિંગ રમીને પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

બીજી તરફ જો શ્રીલંકાએ ભારતના 10 મેચના વિજય અભિયાનને રોકવું હશે તો તેણે આ માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. ટોચના ક્રમની નિષ્ફળતા અને મુખ્ય સ્પિનરો મહિષ તિક્ષ્ણા અને વાનિન્દુ હસરાંગાની ગેરહાજરીને કારણે તેમની ટીમ પ્રથમ મેચમાં સંઘર્ષ કરી રહી હતી. લખનૌ કરતાં અહીં રાત વધુ ઠંડી રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, ખેલાડીઓએ શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને અનુરૂપ થવું પડશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ 26 ફેબ્રુઆરી (શનિવાર) ના રોજ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાંથી જોઈ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

આ પણ વાંચોઃ Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ

g clip-path="url(#clip0_868_265)">