200થી વધારે દેશમાં જોવાશે વલ્ડૅકપ, ભારતમાં આ 7 ભાષામાં થશે પ્રસારણ
દુનિયાભરના પ્રશંસકો સુધી વલ્ડૅકપ ક્રિકેટ પહોંચાડવા માટે ICCએ પ્રસારણ અને ડીજિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જેની હેઠળ પ્રથમવાર અફગાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે. આ યોજના હેઠળ ICC પ્રશંસકો સુધી ક્રિકેટ પહોંચાડવા માટે ટીવી, રેડિયો અને ડિજિટલ માધ્યમો સિવાય સમાચાર, સિનેમા અને અલગ અલગ મીડિયા ભાગીદારોની જાહેરાત કરી. ICCએ ક્રિકેટ વલ્ડૅકપ 2019નું પ્રસારણ વૈશ્વિક પ્રસારણ ભાગીદાર […]
દુનિયાભરના પ્રશંસકો સુધી વલ્ડૅકપ ક્રિકેટ પહોંચાડવા માટે ICCએ પ્રસારણ અને ડીજિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જેની હેઠળ પ્રથમવાર અફગાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે.
આ યોજના હેઠળ ICC પ્રશંસકો સુધી ક્રિકેટ પહોંચાડવા માટે ટીવી, રેડિયો અને ડિજિટલ માધ્યમો સિવાય સમાચાર, સિનેમા અને અલગ અલગ મીડિયા ભાગીદારોની જાહેરાત કરી. ICCએ ક્રિકેટ વલ્ડૅકપ 2019નું પ્રસારણ વૈશ્વિક પ્રસારણ ભાગીદાર સ્ટાર સ્પોર્ટસ સિવાય અન્ય 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં પ્રસારણ કરવા માટે સુનિશ્ચિત કર્યુ છે.
ભારતમાં આ ટૂર્નામેન્ટને 7 અલગ અલગ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. જેના માટે સ્ટાર સ્પોર્ટસે દુનિયાના સર્વશ્રેષ્ઠ કમેન્ટેટરોની ટીમ બનાવી છે. તેમાં લગભગ 50 કમેન્ટેટરો સામેલ છે. સ્ટાર સ્પોર્ટસ ભારતમાં ઈંગ્લિશ સિવાય હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વલ્ડૅકપનું પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 5 ટયુશન કલાસીસ સહિતના એકમો સીલ , જુઓ વીડિયો
તેમાં 12 મેચોને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રથમવાર થશે કે જ્યારે અફગાનિસ્તાનમાં ક્રિકેટ વલ્ડૅકપનું પ્રસારણ થશે. દેશના સરકારી રેડિયો, ટીવી, લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વલ્ડૅકપની મેચોને જોઈ શકાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]