અમેરિકામાં રમાશે 2024 Men’s T20 World Cup, 20 ટીમ લેશે ભાગ, 12 દેશોને સીધી એન્ટ્રી મળશે
ICC Meeting 2022માં આગામી ત્રણ વર્ષમાં યોજાનાર મહિલા અને પુરુષોના T20 વર્લ્ડ કપની ટીમો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત મેન્સ વર્લ્ડ કપમાં 20 ટીમો અને મહિલા વર્લ્ડ કપમાં 10 ટીમ સામેલ થશે.
2024 Men’s T20 World Cup 20 : મેન્સ ટી20 વર્લ્ડ કપ (2024 Men’s T20 World Cup)માં 12 ટીમો સીધી રીતે પ્રવેશ કરશે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાની છે. ICC મીટિંગ 2022 માં (ICC Meeting 2022) 10 એપ્રિલના રોજ આ ટૂર્નામેન્ટ તેમજ 2024 મહિલા T20 વર્લ્ડ કપ અને મહિલા ODI વર્લ્ડ કપ 2025 (2025 Women’s ODI World Cup)ની ક્વોલિફિકેશન પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હતી. 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે.
આ અંતર્ગત 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપમાં પ્રથમ આઠ સ્થાન પર કબજો મેળવનારી ટીમોને સીધી જગ્યા મળશે.
તેમજ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને યજમાન તરીકે સીધા જ સામેલ કરવામાં આવશે. અમેરિકા પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ભાગ બનશે. આ રીતે 10 ટીમો નક્કી કરવામાં આવશે. બાકીના બે ઓટોમેટિક ક્વોલિફિકેશન સ્લોટ આ વર્ષે 14 નવેમ્બર સુધીમાં આ 10 ટીમો સિવાય ICC T20 રેન્કિંગમાં ટોચની બે ટીમો પસંદ કરવામાં આવશે.
જો આ વર્ષના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટોપ આઠ ટીમોમાં સામેલ થશે તો કટ ઓફ ડેટ સુધી આઈસીસી રેન્કિંગની ટોચની ત્રણ ટીમોને વર્લ્ડ કપમાં સીધું સ્થાન મળશે. જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં નહીં રહે તો રેન્કિંગના આધારે માત્ર બે ટીમોને સીધું સ્થાન મળશે. આ રીતે 12 ટીમો નક્કી કરવામાં આવશે. બાકીના આઠ સ્થાનો ICCના પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા ભરવામાં આવશે. આફ્રિકા, એશિયા અને યુરોપમાંથી બે-બે ટીમો ભાગ લેશે. અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિક જૂથમાંથી એક-એક ટીમ પસંદ કરવામાં આવશે.
2024ના મહિલા T20 વર્લ્ડ કપમાં શું થશે
2024ના મહિલા T20 વર્લ્ડ કપ માટે પણ આવી જ પેટર્ન અજમાવવામાં આવશે. જેમાં કુલ 10 ટીમો સામેલ થશે. આઠ ટીમો સીધી જગ્યા બનાવી. આ હેઠળ, 2023 વર્લ્ડ કપના બે જૂથોની ટોચની ત્રણ ટીમો સીધી જ જશે. વધુમાં, યજમાન દેશ અને બાકીની ટોચની ક્રમાંકિત ટીમ આપોઆપ ક્વોલિફાય થશે. જો યજમાન દેશ ટોચની છ ટીમોમાં હશે તો રેન્કિંગના આધારે બે ટીમોની પસંદગી કરવામાં આવશે. બાકીની બે ટીમો ક્વોલિફાયર મારફતે આવશે.
દક્ષિણ આફ્રિકામાં મહિલા અન્ડર 19 વર્લ્ડ કપ
ICCની બેઠકમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ અંડર 19 મહિલા વર્લ્ડ કપ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2023માં યોજાશે અને તેમાં 16 ટીમો સામેલ થશે. તે દક્ષિણ આફ્રિકામાં જ યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ પહેલા યોજાશે. આ ટુર્નામેન્ટ 9 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો :ચીનમાં લોકડાઉન વચ્ચે સ્થિતિ વણસી, લોકો બારીમાંથી ચીસો પાડીને સરકારનો વિરોધ કરી રહ્યા છે, જુઓ VIDEO