Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં લોકડાઉન વચ્ચે સ્થિતિ વણસી, લોકો બારીમાંથી ચીસો પાડીને સરકારનો વિરોધ કરી રહ્યા છે, જુઓ VIDEO

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant)ની એક મહિના પહેલા શાંઘાઈ શહેરમાં પુષ્ટિ થઈ હતી. જે બાદ શહેરના ઘણા વિસ્તારોમાં વધતા સંક્રમણને (Corona)રોકવા લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ.

ચીનમાં લોકડાઉન વચ્ચે સ્થિતિ વણસી, લોકો બારીમાંથી ચીસો પાડીને સરકારનો વિરોધ કરી રહ્યા છે, જુઓ VIDEO
Shanghai Lockdown
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 2:02 PM

ચીનના (China) સૌથી મોટા શહેરોમાંનું એક શાંઘાઈ (Shanghai) કોરોના વાઈરસ (Coronavirus) સામે લડી રહ્યું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે અહીં લોકડાઉન લાગુ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કારણે લાદવામાં આવેલા કડક લોકડાઉનને (Shanghai Lockdown) કારણે હવે શાંઘાઈમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ ખતમ થઈ રહી છે. શહેરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને રાશન લેવા માટે બહાર જવાની સખ્ત મનાઈ છે. ગુરુવારે શાંઘાઈમાં 20,000 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શાંઘાઈ શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી

ઉલ્લેખનીય છે કે ચીનના કોવિડ નિયમો હેઠળ જો બાળક કોવિડ સંક્રમિત (Covid Case) હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી.

Amitabh Bachchan Salary : KBC માંથી અમિતાભ બચ્ચન કેટલા રૂપિયા કમાય છે ?
આ છે IPL 2025માં ગુજરાત ટાઈટન્સનો સૌથી મોંઘો ખેલાડી
Summer Tips: ગરમીમાં પણ ઘરની છત રહેશે ઠંડી ! બસ કરી લો આ કામ
ગિલ આઈપીએલની શુભ શરુઆત આ નવા બેટથી કરશે, જુઓ ફોટો
નીતા અંબાણીના પગે લાગ્યો આ ક્રિકેટર,જુઓ વીડિયો
DSLR કેમેરાનું પૂરું નામ શું છે, તે આટલો લોકપ્રિય કેમ છે?

જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર હજુ પણ ફરિયાદો મળી રહી છે કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. બુધવારે શહેરમાં એક વિશાળ કોવિડ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વધતા સંક્રમણને આગળ વધતુ રોકી શકાય. પરંતુ હાલ કથળતી પરિસ્થિતિને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો બારીઓમાંથી ચીસો પાડીને સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

શાંઘાઈમાં ખોરાકની અછત કેમ છે?

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant)ની એક મહિના પહેલા શાંઘાઈમાં પુષ્ટિ થઈ હતી. આ પછી શહેરના ઘણા વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધતા સંક્રમણને રોકવા અધિકારીઓએ ગયા અઠવાડિયે લોકડાઉન લાદ્યું. આ અંતર્ગત શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ભાગ માટે અલગ-અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. સોમવારે 2.5 કરોડની વસ્તીવાળા સમગ્ર શહેરને આવરી લેવા માટે લોકડાઉન અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતુ. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું ‘અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં’

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">