ICC: આ બંને ક્રિકેટરો પર ભ્રષ્ટાચારના આરોપને લઈને 8 વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પ્રતિબંધ

|

Mar 16, 2021 | 7:34 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) યુનાઈટેડ આરબ અમિરાત (UAE)ના બે ક્રિકેટર્સ મહંમદ નાવિદ (Mohammad Naveed) અને શૈમન અનવર બટ (Shaiman Anwar Butt) પર પ્રતિબંધ મુકી દીધો છે.

ICC: આ બંને ક્રિકેટરો પર ભ્રષ્ટાચારના આરોપને લઈને 8 વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પ્રતિબંધ
Mohammad Naveed, Shaiman Anwar

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) યુનાઈટેડ આરબ અમિરાત (UAE)ના બે ક્રિકેટર્સ મહંમદ નાવિદ (Mohammad Naveed) અને શૈમન અનવર બટ (Shaiman Anwar Butt) પર પ્રતિબંધ મુકી દીધો છે. આઈસીસીએ બંને ક્રિકેટરો પર ક્રિકેટના તમામ ફોર્મેટના આઠ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ICCના એન્ટીકરપ્શન ટ્રિબ્યૂનલે (Anticorruption Tribunal) બંનેને એન્ટીકરપ્શન કોડ (Anticorruption Code)નું ઉલ્લંઘન કરવાને લઈને બંને દોષિત જણાયા હતા. જેને લઈને બંનેને સજા સંભાળવામાં આવી હતી. આ પ્રતિબંધને 16 ઓક્ટોબર 2019થી લાગુ ગણવામાં આવશે. યુએઈમાં આઈસીસી T20 વિશ્વકપ ક્વોલિફાયર (World Cup Qualifier) 2019 મેચ દરમ્યાન બંને પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.

 

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

https://twitter.com/ICC/status/1371765644467695617?s=20

 

બંનેએ આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટના આર્ટીકલ 2.1.1 અને 2.4.4.નું ઉલ્લંઘન કર્યાના દોષિત જણાઈ આવ્યા હતા. આઈસીસી ઈન્ટીગ્રિટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યુ હતુ કે, મહંમદ નાવિદ અને શૈમન અનવરે યુએઈ તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે રિપ્રેઝન્ટ કર્યુ હતુ. નાવિદ કેપ્ટન હતો અને લીડિંગ વિકેટ ટેકર પણ રહ્યો હતો. અનવર ઓપનિંગ બેટ્સમેન હતો. બંનેનું લાંબુ આંતરરાષ્ટ્રીય કેરિયર રહ્યુ હતુ. બંનેને લાંબા સમયથી મેચ ફિક્સર્સ ધમકી આપી રહ્યા હતા. બંનેએ આ રીતે ભ્રષ્ટાચારમાં સામેલ થવુ અને તેમની પોઝિશનનો ગેરઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે પોતાના સાથી ટીમ ખેલાડીઓ અને યુએઈ ક્રિકેટ ફેન્સની સાથે પણ છેતરપિંડી આચરી છે.

 

આ પણ વાંચો: અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ

Next Article