થિયેટરમાં માણો IND vs AUS મેચની મજા, જાણો ટિકિટ કેવી રીતે બુક કરવી અને કેટલી છે કિંમત

|

Jun 23, 2024 | 7:52 PM

જો T20 વર્લ્ડ કપની વાત હોય અને મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોય, તો તમને મનોરંજનનું એક અલગ સ્તર જોવા મળશે. ત્યારે જો તમારે થિયેટરમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની લાઈવ મેચ જોવી છે, પરંતુ તેની ટિકિટ કેવી રીતે બુક કરવી તેની માહિતી નથી. તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

થિયેટરમાં માણો IND vs AUS મેચની મજા, જાણો ટિકિટ કેવી રીતે બુક કરવી અને કેટલી છે કિંમત
IND vs AUS

Follow us on

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે પોતાની રમતના આધારે સુપર-8માં જગ્યા બનાવી છે. સુપર-8માં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ભારતે પ્રથમ અફઘાનિસ્તાન સામેની મેચ અને બાદમાં બાંગ્લાદેશ સામેની મેચમાં જીત મેળવી છે. હવે ભારતની ઓસ્ટ્રેલિયા સાથે 24 જૂને મેચ છે.

જો વાત T20 વર્લ્ડ કપની હોય અને મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોય, તો તમને મનોરંજનનું એક અલગ સ્તર જોવા મળશે. ત્યારે આ મેચ માટે PVR INOX ક્રિકેટ ચાહકોને થિયેટરમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની લાઈવ મેચ જોવાની તક આપી રહ્યું છે.

PVR INOX એ સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરી ભાગીદારી

PVR INOX લિમિટેડે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત PVR INOX દેશના 45 થી વધુ શહેરોમાં 121 થી વધુ થિયેટરોમાં તમામ લીગ તબક્કાઓ, સુપર 8, સેમિ-ફાઇનલ અને ફાઇનલની ભારતીય મેચોનું લાઈવ પ્રસારણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-07-2024
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ

ક્રિકેટ ચાહકો મુંબઈ, દિલ્હી NCR, કોલકાતા, અમદાવાદ, પુણે, જયપુર, ઈન્દોર, વડોદરા, સુરત, ગુવાહાટી, ગોવા, નાગપુર, લખનૌ, ચંદીગઢ અને તિરુવનંતપુરમના PVR INOX થિયેટરોમાં આ મેચનો આનંદ લઈ શકશે.

ટિકિટ કેવી રીતે બુક કરવી ?

તમે થિયેટરમાં 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ મેચ જોવા માટે તમે બુક માય શોમાં જઈને ટિકિટ બુક કરાવી શકો છો. બુક માય શો પર ટિકિટ બુક કરવા માટે તમારે તમારા શહેર વિશે જણાવવું પડશે, જેના આધારે તમે PVR વિશે જાણી શકશો.

જો તમે તમારા લોકેશન પ્રમાણે ટિકિટ બુક કરો છો, તો ટિકિટ બુકિંગની તમામ વિગતો તમારી સામે આવી જશે કે તમારે કઈ ટિકિટ બુક કરવી છે. મૂવીની જેમ, તમારે જાતે જ નક્કી કરવું પડશે કે તમે કઈ રેન્જમાં ટિકિટ ખરીદવા માંગો છો અને તમે કઈ સીટ પર બેસીને મેચ માણવા માંગો છો. તમને જણાવી દઈએ કે શોની કિંમત અલગ-અલગ શહેરો અનુસાર અલગ-અલગ છે.

Next Article