T20 World Cup: પાકિસ્તાનની હારથી નારાજ ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો, હસન અલીને કહ્યું ફિક્સર, પત્નીને RAW એજન્ટ કહી
T20 વર્લ્ડ કપમાં હસન અલી(Hasan Ali)નું પ્રદર્શન સારું રહ્યું ન હતું. સેમિફાઇનલ મેચમાં તેણે મેથ્યુ વેડનો મહત્વનો કેચ છોડ્યો હતો, જેના કારણે ચાહકો ગુસ્સે થયા હતા.
T20 World Cup : T20 વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીત્યા બાદ સેમિફાઈનલમાં પહોંચેલી પાકિસ્તા (Pakistan)ની ટીમના તમામ સપના એક જ ઝટકામાં ચકનાચૂર થઈ ગયા હતા. દુબઈમાં રમાયેલી બીજી સેમીફાઈનલ (Semifinals)માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાની ચાહકો આ હાર માટે હસન અલીના (Hasan Ali)માથે જવાબદાર ગણી રહ્યા છે,
જેણે છેલ્લી ઘડીએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન (Australian batsmen) મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. વેડની તોફાની બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવવામાં સફળ રહ્યું હતું.
#Pakistan lost due to bad efforts by #HasanAli(@RealHa55an) on the field. He not only led #BabarAzam down but whole of Pakistan. it smells #fixing because he married an #Indian Samiya Arzoo.#T20WorldCup #PAKVSAUS #shaheenafridi #ImranKhan pic.twitter.com/4aszB900ZR
— Rizwan Ahmad (@Rizwan_2Ahmad) November 12, 2021
પાકિસ્તાને (Pakistan)ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 96 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ પાકિસ્તાનની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ફિસ માર્કસ સ્ટોઈનિસ અને મેથ્યુ વેડની શાનદાર ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. મેચની 19મી ઓવરમાં હસન અલી (Hasan Ali)એ વેડનો કેચ છોડ્યો હતો, ત્યારબાદ વેડે આગામી ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને પાકિસ્તાનની જીત છીનવી લીધી હતી.
Pakistani fans waiting for Hassan Ali back home #PAKvAUS pic.twitter.com/NgcavqXcVq
— Farzan Tufail 🇵🇸 (@Farzantufail786) November 11, 2021
હસન અલીની પત્ની પણ ટ્રોલ થઈ
પાકિસ્તાનના ચાહકો પોતાની ટીમની હારથી ખૂબ જ નિરાશ છે અને હસન અલી (Hasan Ali)ને ટ્રોલ કરી રહ્યા છે. હસન અલીની સાથે તેની પત્નીને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે કે તે ભારતની છે. કેટલાક પ્રશંસકો તેને ટીમમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે, તેને વર્લ્ડ કપ રમવાની તક ન આપવી જોઈતી હતી. કેટલાક લોકોએ તેને શિયા હોવાના કારણે ટ્રોલ પણ કર્યો હતો. હસન અલીએ વર્ષ 2019માં ભારતીય મૂળની સામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા. ચાહકોએ તો તેની પત્નીને RAW એજન્ટ હોવાનું પણ કહ્યું હતું
Me running into Hassan Ali anywhere in Lahore pic.twitter.com/0huLcq3xYJ
— Jasir Shahbaz (@LahoreMarquez) November 11, 2021
બોલિંગમાં પણ હસન અલી કમાલ કરી શક્યો ન હતો
બોલિંગમાં પણ હસન અલી (Hasan Ali) કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે પોતાની ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 44 રન આપી દીધા હતા. ઈનિંગની 18મી ઓવરમાં આ ફાસ્ટ બોલરે સ્ટોઈનિસ અને વેડને તે ક્ષણે 15 રન આપ્યા હતા, જેની અસર આગામી ઓવરમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યાં સુધીમાં, વેડ સારી લયમાં હતો અને તેણે શાહીન આફ્રિદીની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારી ટીમને એક ઓવર પહેલા જ જીત અપાવી હતી.