AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

IPL 2023માં હાલ ગુજરાત ટાઈટન્સની ટીમ દમદાર ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર છે. આ વર્ષે ફરી પ્લેઓફમાં પ્રવેશવા ટીમ નજીક પહોંચી ગઈ છે, એવામાં ટીમના ખેલાડીઓ હળવા મૂળમાં જોવા મળ્યા હતા અને ગાંધીનગરમાં ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા જોવા મળ્યા હતા.

IPL 2023: ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 10:33 PM
Share

હાલમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે “ઈન્ડિયન પ્રીમિયર લીગ”નો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં IPLની મેચ રમતાં ખેલાડીઓને જોવા ક્રિકેટ રસિકોમાં જોરદાર ક્રેઝ છે. IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેની હોટલમાં રોકાઈ હતી.

આ પણ વાચો: IPL 2023 Points Table: પ્લેઓફની રેસ જબરદસ્ત બની, મુંબઈ ઈન્ડિયન્સને પંજાબને હરાવીને થયો ફાયદો, ગુજરાત નંબર-1

રાશીદ ખાને ગાંધીનગરમાં કરી ફટકાબાજી

ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડીઓ મહાત્મા મંદિર પાસેના મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં જોવા મળ્યા હતા. હળવાશની પળોમાં લટાર મારવા નીકળેલા ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમતા યુવાનો પાસે પહોંચી ગયા હતા અને તેમને ક્રિકેટ રમતા જોઈ પોતાને રોકી શક્યાં ન હતાં. ત્રણેય ખેલાડીઓએ યુવાનો સાથે બેટિંગ બોલીંગની મજા માણી હતી. જે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ખેલાડીઓએ મહાત્મા મંદિર ખાતેની લીલા હોટેલના સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણી હતી.

ગુજરાત ટાઈટન્સની ટીમના સ્ટાર ખેલાડીઓ મેદાનમાં અચાનક આવી પહોંચતા ત્યાં હાજર યુવાનો ઉત્સાહમાં આવી ગયા હતા, જે બાદ રાશીદ ખાને તેમની સાથે ક્રિકેટ રમતા યુવાઓ આનંદિત થઈ ગયા હતા. ત્યાં હાજર કેટલાક યુવાનોએ રાશીદની વિડીયો પર રેકોર્ડ કર્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

યુવાઓ ઉત્સાહમાં આવી ગયા

IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ટીમને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર સ્ટાર સ્પિનર રાશીદ ખાનની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી છે. રાશીદ અચાનક આ યુવાનો સાથે ક્રિકેટ રમવા પહોંચી જતા ત્યાં હાજર તમામ ઉત્સાહમાં આવી ગયા હતા.

હજારો રૂપિયાની ટિકિટ ખરીદી જે સ્ટાર ખેલાડીઓને મેદાનમાં રમતા જોવા જાઓ છો, તે ખેલાડી અચાનક સામે આવી જાય અને સાથે ક્રિકેટ રમે, તેવું આ યુવાનોએ ક્યારેય વિચાર્યું ના હોય. આ ક્ષણને યુવાઓએ કેમેરામાં કેદ કરી હતી અને ઉત્સાહ સાથે ક્રિકેટની મજા માણી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">