ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલે (Glenn Maxwell) સ્વીકાર કર્યો છે કે તેમનું ટેસ્ટ કેરિયર સમાપ્ત થઇ ચૂક્યું છે.
ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલે (Glenn Maxwell) સ્વીકાર કર્યો છે કે તેમનું ટેસ્ટ કેરિયર સમાપ્ત થઇ ચૂક્યું છે. તેથી હવે તે માત્ર ટી-20 અને વનડે ક્રિકેટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આગામી ત્રણ વર્ષમાં ત્રણ વિશ્વનું આયોજન થવાનું છે. મેક્સવેલને ટેસ્ટ મેચમાં જેટલી પણ તક મળી તેમાં તે લિમિટેડ ઓવરના પ્રદર્શનને દેખાડવામાં નિષ્ફળ રહ્યાં હતા.
તેમણે સાત ટેસ્ટ મેચ રમી હતી જેમાં છેલ્લી મેચ બાંગ્લાદેશમાં વર્ષ 2017માં રમી હતી. ભારત વિરુદ્ધ હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની ટેસ્ટ શ્રેણી 2-1 થી ગુમાવી પડી હતી. આ સીરિઝ દરમ્યાન ઓસ્ટ્રેલીયાનો મધ્યમક્રમ નબળો જોવા મળ્યો હતો. તેમ છતાં મેકસવેલની કમબેકની આશા ઓછી છે.
એક અખબારના જણાવ્યા અનુસાર 32 વર્ષીય ખેલાડીએ કહ્યું કે -પ્રમાણિકતાથી કહું તો મને નથી લાગતું કે હું ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવાની આસપાસ પણ છું. પસંદગીકર્તા જાણે છે કે તે શું ઈચ્છે છે .
તેમની પાસે અત્યારે એવા ક્રિકેટર છે જે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બહુ સારા ખેલાડી છે. કેમરન ગ્રીન સુપરસ્ટાર બનાવી જઇ રહ્યા છે. આ ઉપરાંત વિલ પુકોવસ્કી છે, ટ્રેવિસ હેડ છે જેમની સરેરાશ ટેસ્ટ મેચમાં 40ની આસપાસ છે. તેમની પાસે અનેક સારા ખેલાડી છે.
હવે ટી-20 અને વન ડે વર્લ્ડ કપ પર સમગ્ર ધ્યાન
મૈક્સવેલ 2021 અને 2022 ના થનારા ટી-20 વિશ્વ કપ અને 2023 ના વન ડે વિશ્વ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગે છે. સતત લિમિટેડ ઓવરની ક્રિકેટ રમવાના લીધે મૈક્સવેલને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રમવાનો સમય નહી મળે. તેમણે કહ્યું કે ક્યારેક આ બેધારી તલવાર બની જાય છે. મોટા રેકોર્ડ બનાવવા સારા લાગે છે પરંતુ વન ડે ટીમથી જગ્યા ગુમાવવાના જોખમ પર આ કરવું નિરર્થક છે.
એશિયામાં રમ્યા તમામ ટેસ્ટ
ગ્લેન મૈક્સવેલે ટેસ્ટ મેચોમાં વર્ષ 2013માં ભારત વિરુદ્ધ પદાર્પણ કર્યું હતું અને એક માત્ર ટેસ્ટ સદી 2017 માં ભારત વિરુદ્ધ ફટકારી હતી. તેમણે સાત ટેસ્ટમાં 26.07 ની એવરેજથી 339 રન બનાવ્યા હતા. તેમજ આઠ વિકેટ લીધી હતી.
જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગ્લેન મૈક્સવેલે 67 મેચમાં 39.81 ની એવરેજથી સાત સદી સાથે 4061 રન બનાવ્યા હતા. ગ્લેન મૈક્સવેલે પોતાની સાત ટેસ્ટ એશિયામાં રમી હતી. જે અંતર્ગત ચાર ટેસ્ટ ભારત, બે બાંગ્લાદેશ અને એક અબુધાબીમાં પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી.