AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ ! જુઓ વીડિયો

પાકિસ્તાનની ટીમ 20 વર્લ્ડકપમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ચુકી છે. ત્યારબાદ હવે કેપ્ટન પર મોટો આરોપ લાગી રહ્યો છે. પાકિસ્તાનના એક યુટ્યુબરે કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે.હાલમાં બાબર આઝમે મોંઘી કાર ખરીદી છે, ત્યારબાદ યુટ્યુબરે પુછ્યું કે, 8 કરોડની ગાડી ક્યાંથી આવી જુઓ વીડિયો.

T20 World Cup 2024 : પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ ! જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jun 20, 2024 | 2:07 PM

ટી20 વર્લ્ડકપના પહેલા જ રાઉન્ડમાં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન બહાર થઈ ગયું છે. હવે પાકિસ્તાનમાં ટીમના રમવા પર ધમાલ મચી છે. કેપ્ટન બાબર આઝમ પર પણ મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. તો ચાલો જાણીએ કે, આ બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો કોને છે.પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા વિરુદ્ધ પાકિસ્તાનની હાર બાગ બાબર આઝમને લોકોના મેણા પર સાંભળવા પડ્યા છે.

કેપ્ટન બાબર આઝમ પર આરોપ લગાવ્યો

હવે આ આરોપ મુબાશિર લુકમાને લગાવ્યો છે. આ આરોપમાં એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લુકમાને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર આરોપ લગાવ્યો છે કે, અમેરિકા સામે મેચ હાર્યા બાદ મોટી મોટી ગિફટો મળી રહી છે.

13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ
અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો..
Jioના આ પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું Amazon Prime ! વેલિડિટી 84 દિવસની
Plant In Pot : શું તમારા તુલસીના છોડમાં પણ જંતુઓ છે ? આ ટીપ્સ અપનાવો
રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત આપે છે જાણો
Vastu Tips: રસ્તા પર પડેલી આ વસ્તુઓને ભૂલથી પણ ના ઓળંગવી !

તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની આ પહેલી મેચ હતી અને તે સુપર ઓવર સુધી પહોંચી હતી. ત્યારબાદ મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનની ટીમની હાર થઈ છે.

પાકિસ્તાની ક્રિકેટરો આવ્યા વિવાદોમાં

ક્રિક મેટ નામના એક યુઝરે લુકમાનનો આ વીડિયો અપલોડ કર્યો છે. જેમાં બાબર આઝમ પર આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, બાબર ભાઈ 7-8 કરોડની ગાડી ગિફટ મળી રહી છે. તેમજ ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં એપાર્ટમેન્ટ પણ મળ્યા છે.

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હરિસ રઉફ ક્રિકેટ ફેન્સ સાથે મારપીટ કરવાને કારણે વિવાદોમાં ફસાઈ ગયો હતો. હવે પાકિસ્તાનનો દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદી પોતાની એક સેલ્ફીને લઈને વિવાદમાં આવ્યો હતો. ત્યારબાદ હવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આરોપ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : શું વરસાદથી ભારત-અફઘાનિસ્તાનની રમત બગાડશે, કોને થશે ફાયદો અને કોને નુકસાન થશે જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">