ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ નિધન

ભારતને 1983માં વિશ્વકપમાં વિજય અપાવવામાં યશપાલ શર્માએ (Yashpal Sharma) મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ નિધન
Yashpal Sharma dies of heart attack
Follow Us:
| Updated on: Jul 13, 2021 | 12:56 PM

ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું (Yashpal Sharma) આજે દિલ્લીમાં હ્રદયરોગના હુમલાને કારણે નિધન થયુ છે. ભારત તરફથી યશપાલ શર્માએ ટેસ્ટ ક્રિકેટ અને વન ડે મેચમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. યશપાલ શર્મા મિડલ ઓડર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરીને અનેક સારી ઈનિગ્સ રમીને ભારતીય ટીમને હારમાંથી બચાવ્યુ હતુ.

યશપાલ શર્માની ક્રિકેટ કેરિયર 70થી 80ના દાયકામાં ઉત્કૃષ્ઠ રહેવા પામી હતી. પંજાબના આ 66 વર્ષિય પૂર્વ ક્રિકેટર ભારત તરફથી મધ્યક્રમમાં બેટિગમાં ઉતરતા હતા. 1979માં ઈગ્લેન્ડની સામે રમીને આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રવેશ્યા હતા. યશપાલ શર્માએ, 37 ટેસ્ટમેચમાં 59 ઈન્ગિસમાં 33થી વધુ સરેરાશથી 2 શતક અને 9 અર્ધ શતક ફટકારી હતી. જ્યારે વન ડેમાં 40 ઈનિગ્સમાં 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા છે. વન ડેમાં યશપાલ શર્માએ 4 અર્ધશતક બનાવ્યા છે. વન ડેમાં યશપાલ શર્માના સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા.

વિવિયન રિચર્ડસની બોલિગમાં ફટકારી હતી ચાર સિક્સર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતના ટોપ બેટ્સમેન, યશપાલ શર્માએ, ભારતમાં રમાયેલી ત્રણ દિવસીય પ્રેકટીસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર વિવિયન રિચાર્ડસની બોલીગમાં ઉપરા છાપરી ચાર સિક્સર ફટકારી હતી. નોર્થ ઝોન તરફથી રમતા યશપાલ શર્માએ, આ પ્રકારની તોફાની રમત રમીને પસંદગીકારોની નજરમાં આવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શર્મા બહુ લાબી કારકિર્દી ના બનાવી શક્યા.

1983ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં યશપાલ શર્માએ ઈગ્લેન્ડ સામે ફટકાર્યા હતા 61 રન

કપિલદેવની આગેવાનીમાં ઈગ્લેન્ડમાં વર્લ્ડકપ રમવા ગયેલ ભારતીય ટીમ, સેમિ ફાઈનલમાં પહોચ્યા બાદ તેનો તરવળાટ અલગ જ પ્રકારનો હતો. દરેક ખેલાડી કરો યા મરોના હેતુથી રમી રહ્યાં હતા. યશપાલ શર્માએ, ઈગ્લેન્ડ સામે રમાયેલી સેમિ ફાઈનલ મેચમાં 61 રન ફટકાર્યા હતા. આ મેચમાં ઈગ્લેન્ડના ફાસ્ટ બોલર બોબ વિલીસના યોર્કર બોલ ઉપર સ્કેવરલેગ ઉપર ફટકારેલી સિક્સ સમગ્ર મેચની યાદગાર ક્ષણ રહી હતી.

માલ્કમ માર્શલનો બોલ માથામાં વાગતા, યશપાલ શર્મા થયા હતા ઈજાગ્રસ્ત

ભારતના મધ્યમ ક્રમના ખેલાડી યશપાલ શર્માને, વેસ્ટ ઈન્ડિઝના ઝઝંવાતી બોલર માલ્કમ માર્શલનો બોલ માથમાં વાગ્યો હતો. ભારત વિરુધ્ધિ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચમાં, માર્શલનો બાઉન્સર યશપાલ શર્માને માથામાં વાગ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલ યશપાલ શર્મા ઈનિગ્સમાંથી રિટાયર્ડ હર્ટ થયા હતા.

મદ્રાસમાં ઈગ્લેન્ડ સામે શર્માએ ફટકાર્યા હતા 140 રન

ઈગ્લેન્ડ સામે રમ્યા બાદ, યશપાલ શર્માને ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયા હતા. જો કે 1981 અને 82ના વર્ષમાં યશપાલ શર્માને મદ્રાસમાં ઈગ્લેન્ડ સામે તક આપવામાં આવી હતી. આ ટેસ્ટમેચમાં યશપાલ શર્માએ, 140 રન કર્યા હતા.

યશપાલ શર્માએ ફસ્ટકલાસ મેચમાં ફટકાર્યા હતા અણનમ 201 રન

સામાન્ય રીતે યથપાલ શર્મા રક્ષણાત્મક રમત રમતા હતા. પરંતુ ભારતીય ટીમને જ્યારે જેવી જરૂર હોય તે પ્રકારે બેટિગ પણ કરતા હતા. 1980-81માં ઈગ્લેન્ડના પ્રવાસ દરમિયાન, યશપાલ શર્માએ, વિક્ટોરીયાની વિરુધ્ધ 465 મિનીટ ક્રિઝ ઉપર ઊભા કરીને, અણનમ 201 રન ફટકાર્યા હતા.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">