એશિયા કપ પર ફોકસ કરો, IND vs PAK મેચ પર નહીં, જાણો કેમ ગાંગુલીએ આવું કહ્યું ?

એશિયા કપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી રહી છે.

એશિયા કપ પર ફોકસ કરો, IND vs PAK મેચ પર નહીં, જાણો કેમ ગાંગુલીએ આવું કહ્યું ?
Babar Azam and Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 9:58 AM

એશિયા કપ 2022નું (ASIA CUP 2022) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આખી દુનિયાની નજર ભારત અને પાકિસ્તાન (IND vs PAK ) વચ્ચેની મેચ પર ટકેલી છે. ચાહકો આ મેચની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મેચની ટિકિટ માત્ર 3 કલાકમાં જ વેચાઈ ગઈ હતી. બંને દેશ વચ્ચે 28 ઓગસ્ટે હાઈ વોલ્ટેજ મેચ (High voltage match) રમાશે અને આ મોટી મેચ પહેલા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ( Sourav Ganguly) ગંભીર વાત કરી છે.

બાકીની મેચની જેમ ભારત વિ પાકિસ્તાન

ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં 10 વિકેટની હ્રદયદ્રાવક હાર બાદ ભારતીય ટીમ પ્રથમ વખત પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિયા ટુડે અનુસાર ગાંગુલીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની મેચ બાકીની મેચ સમાન છે. સમગ્ર ધ્યાન એશિયા કપ જીતવા પર છે. ગાંગુલીએ કહ્યું કે હું તેને એશિયા કપ તરીકે જોઈ રહ્યો છું. હું ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી કોઈ ટૂર્નામેન્ટ જોતો નથી. મારા રમતના દિવસો દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનની મેચ મારા માટે અન્ય મેચ જેવી જ હતી. ગાંગુલીએ કહ્યું કે મેં હંમેશા ટૂર્નામેન્ટ જીતવા પર ધ્યાન આપ્યું છે. ભારત એક શાનદાર ટીમ છે અને તેણે તાજેતરના સમયમાં સારું પ્રદર્શન કર્યું છે અને આશા છે કે ટીમ એશિયા કપમાં પણ આવું જ પ્રદર્શન કરશે.

છેલ્લી હાર 2014માં થઈ હતી

ભારત 7 વખત ચેમ્પિયન છે. એશિયા કપમાં તેણે 14 વખત પાકિસ્તાનનો સામનો કર્યો છે, જેમાં ભારતે 8 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એશિયા કપ 2014માં પાકિસ્તાન સામે મીરપુરમાં છેલ્લી મેચ હારી ગયું હતું. સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અંગે પણ મોટી વાત કરી હતી. તેણે આશા વ્યક્ત કરી છે કે કોહલી એશિયા કપમાં તેની ખોવાયેલી ગતિ પાછી મેળવશે. બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે કોહલીને પ્રેક્ટિસ કરવા દો, તેને મેચ રમવા દો તે મોટો ખેલાડી છે અને તેને આશા છે કે તે પાછો આવશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને ગયા વર્ષે પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ટીમ નવી અંદાજમાં જોવા મળશે. ટીમના કોચ હવે રાહુલ દ્રવિડ છે અને કપ્તાની પણ રોહિત શર્મા પાસે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">