AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી કોલેજો ખાલી, પ્રાઇવેટવાળાને જલસા... ગુજરાત યુનિવર્સિટીમાં PG ની અડધોઅડધ અને UG ની 20 હજાર સીટો ખાલી - જુઓ Video

સરકારી કોલેજો ખાલી, પ્રાઇવેટવાળાને જલસા… ગુજરાત યુનિવર્સિટીમાં PG ની અડધોઅડધ અને UG ની 20 હજાર સીટો ખાલી – જુઓ Video

| Updated on: Sep 07, 2026 | 6:17 PM
Share

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં હજારો બેઠકો ખાલી રહી ગઈ છે. GCAS (ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ) દ્વારા આઠ રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા હજુ સપ્ટેમ્બરમાં પણ ચાલુ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં PG ની આશરે 23,000 બેઠકોમાંથી 11,000 અને UG ની 73,000 બેઠકોમાંથી અંદાજે 20,000 બેઠકો ખાલી છે. વિદ્યાર્થીઓ ન મળતા હવે 7 થી 11 સપ્ટેમ્બર દરમિયાન કોલેજ કક્ષાએ વધુ એક પ્રવેશ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે 30 રાઉન્ડ કરવા પડ્યા હતા, જેના કારણે આ વર્ષે શરૂઆતમાં માત્ર ચાર ઓનલાઈન રાઉન્ડનો નિર્ણય લેવાયો હતો. જો કે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે આઠ રાઉન્ડ સુધી પ્રક્રિયા લંબાવવામાં આવી છે.

આ વિલંબિત પ્રક્રિયા પાછળ પૂર્વ સેનેટ સભ્ય દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને લાભ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ખાનગી યુનિવર્સિટીઓમાં જુલાઈથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, જ્યારે સરકારી યુનિવર્સિટીઓમાં ઓગસ્ટથી અભ્યાસ શરૂ થયો.

UGC ના નિયમ મુજબ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને 90 દિવસનો સમય મળવો જરૂરી છે, ત્યારે આ મોડા પ્રવેશને કારણે આ નિયમનું પાલન કેવી રીતે થશે તેવા સવાલો ઊઠી રહ્યા છે.

ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં ? અંબાલાલ પટેલ કહે છે 10 સપ્ટેમ્બર આસપાસ નવી સિસ્ટમ બનવાની શક્યતા

Published on: Sep 07, 2026 05:57 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">