આ તે કેવી હડતાળ ? કાયદો હાથમાં લઈને મુસાફરોને અધવચ્ચે રઝળાવ્યા, પોલીસ કમિશનરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હડતાળમાં ન જોડાયેલા રિક્ષા અને ઓનલાઈન ટુ-વ્હીલર ચાલકોને રોકી, બળજબરીથી ખાલી કરાવવામાં આવ્યા. પ્રવાસીઓને ટ્રેન છૂટવાની અને વધુ ભાડું ચૂકવવાની નોબત આવી. પોલીસે કાર્યવાહી કરી પરંતુ તેની પૂર્વતૈયારી પર સવાલો ઊભા થયા.
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન કાયદો હાથમાં લેવાના અને મુસાફરોને પરેશાન કરવાના કિસ્સા સામે આવ્યા છે. પોતાની માંગણીઓ રજૂ કરવાના નામે રિક્ષા ચાલકોએ સિનિયર સિટીઝન સહિત અનેક મુસાફરોને અધવચ્ચે રીક્ષામાંથી ઉતારી દીધા, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
હડતાળમાં ન જોડાયેલી રિક્ષાઓ તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતી ટુ-વ્હીલર ટેક્સીઓને પણ રોકીને દાદાગીરી કરવામાં આવી હતી. દંડા બતાવીને ધમકીઓ આપવી, રિક્ષાની ચાવીઓ છીનવી લેવી જેવા બનાવો પણ બન્યા. મુસાફરો, ખાસ કરીને ટ્રેન પકડવા જઈ રહેલા લોકો, સમયસર પહોંચી શક્યા નહીં અને તેમને વધુ ભાડું ચૂકવવા મજબૂર બનવું પડ્યું.
રિક્ષા ચાલકોની મુખ્ય માંગ ઓનલાઈન એપ્લિકેશન્સ બંધ કરવાની અથવા તેમાં ભાડા વધારવાની છે. વિવાદ વકરતા શહેર પોલીસ કમિશનરે આવા તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેના પગલે દાદાગીરી કરનારાઓની અટકાયત પણ કરવામાં આવી છે. જો કે, પોલીસની પૂર્વતૈયારી પર પણ સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં ? અંબાલાલ પટેલ કહે છે 10 સપ્ટેમ્બર આસપાસ નવી સિસ્ટમ બનવાની શક્યતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

