ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું

આ ફોટોમાં Ashish Nehra જે યુવા ક્રિકેટરને સિગ્નેચર કરી આપે છે એ છે આજકાલ પોતાની ધૂંવાધાર બેટિંગથી પ્રખ્યાત થયેલ ભારતીય ક્રિકેટર Rushabh Pant!! હવે તમે સમજી ગયા હશો આજકાલ શા માટે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું
Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Jan 19, 2021 | 5:20 PM

આજકાલ સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર Ashish Nehra છે અને સાથે નાની વયનો એક ક્રિકેટર છે. આશિષ નેહરા આ યુવા ક્રિકેટરને એક બેટ પર સિગ્નેચર આપી રહ્યાં છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આ ફોટોમાં ખાસ વાત શું છે? કારણકે ભારતીય ક્રિકેટ ટીમના કોઈપણ ખેલાડી ગમે ત્યાં જાય ત્યારે તેના ચાહકો તેને ઘેરી વળે છે, સેલ્ફી ફોટો લે છે, ટી-શર્ટ અને બેટ પર સિગ્નેચર કરાવે છે, આ જ ઘટના આ ફોટોમાં જોવા મળે છે. તો આ ફોટોમાં ખાસ વાત એ છે કે આ ફોટોમાં Ashish Nehra જે યુવા ક્રિકેટરને સિગ્નેચર કરી આપે છે એ છે આજકાલ પોતાની ધૂંવાધાર બેટિંગથી પ્રખ્યાત થયેલ ભારતીય ક્રિકેટર Rushabh Pant!! હવે તમે સમજી ગયા હશો આજકાલ શા માટે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Do you know this boy Ashish Nehra who signed signed India won today

આશિષ નેહરા સાથે વિરાટ કોહલી, વર્ષ 2003

આશિષ નેહરા સાથે વિરાટ કોહલી આશિષ નેહરાએ Virat Kohliનો એક ફોટો આવી જ રીતે પહેલા વાયરલ થયેલો. આ ફોટો વર્ષ 2003નો છે જેમાં 13 વર્ષના હતા અને પોતાના અભ્યાસના દિવસો પસાર કરી રહ્યાં હતા અને સાથે ક્રિકેટમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યાં હતા. આ દરમિયાન એક ક્રિકેટ મેચમાં સારું પ્રદર્શન કરવા પર વિરાટ કોહલીને આશિષ નેહરા ક્રિકેટ પુરસ્કાર આપી રહ્યાં છે. વિરાટ કોહલી જેવી રીતે નાની ઉમરમાં ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર ખેલાડી બન્યા એ સૌ કોઈ જાણે છે. હવે તમે સમજી ગયા હશો શા કારણથી પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા અને ઋષભ પંતનો ફોટો વાયરલ થઈ રહયો છે.

Do you know this boy Ashish Nehra who signed signed India won today

ઓસ્ટ્રેલીયા સામે ઋષભ પંતનું શાનદાર પ્રદર્શન Aus vs IND સિરિઝમાં ભારતીય ક્રિકેટર ઋષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે જેને કારણે આજકાલ તે ખૂબ ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને પૂર્વ ક્રિકેટર આશિષ નેહરાનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. ઋષભ પંતે જે રીતે Aus vs IND સિરિઝની સાતમી મેચમાં મેદાન પર પ્રદર્શન કર્યું, તેના જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. પંતે 138 બોલમાં 89 રન બનાવ્યા. ભારતીય ટીમે પહેલી વખત બ્રિસબેન પર જીત મેળવીને ઓસ્ટ્રેલિયાને માત આપી છે.પંતે ઓસ્ટ્રેલિયાના અંદાજમાં જ તેને માત આપીને ઇતિહાસ રચી દીધો. સાત મેચોમાં પહેલી વખત ટીમ ઇન્ડિયા બ્રિસ્બેનમાં જીત મેળવી છે.પંતની ક્ષમતા પર તો ક્યારેય પંતના શોર્ટ સિલેકશન પર પ્રશ્નો થતા હતા. પંતે તેમાં સુધારો કર્યો છે, જો કે પંતે તેની સ્ટાઇલ નથી બદલી. બોલ પર એટેક કરવો તેની ખૂબી છે.તેમની સ્ટાઇલ અને તેમની તાકાત પણ એ જ છે. જે Aus vs IND સિરિઝની સાતમી મેચમાં મેદાન પર જોવા મળી. પંતની આ જ આદતે ઇતિહાસ રચી દીધો.32 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને આ મેદાન પર હારી છે.

આશિષ નેહરા સાથે ઋષભ પંત Aus vs IND સિરિઝમાં ઋષભ પંતના શાનદાર પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં આશિષ નેહરા સાથે ઋષભ પંતનો ફોટો વાયરલ થયો. આશિષ નેહરા સાથે ઋષભ પંતના પ્રસંશકો આ ઘટના અને ઋષભ પંતના પ્રદર્શન સાથે વિરાટનો એ ફોટો અને વિરાટની જ્વલંત કારકિર્દીનો નિર્દેશ કરી રહ્યાં છે. બંનેના પ્રસંશકો આડકતરી રીતે કહી રહ્યાં છે કે જેમ આશિષ નેહરાએ વિરાટને પુરસ્કાર આપ્યું અને વિરાટ સફળ થયા એમ ઋષભ પંતની ક્રિકેટ કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરવાના છે જેની શરૂઆત થઈ ગઈ છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati