ધોની નહી સહેવાગ હતા CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ધોની નહી સહેવાગ હતા CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
http://tv9gujarati.com/latest-news/dhoni-nahi-sheva…okavnaro-khulaso-158906.html

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPLની સૌથી વધારે પસંદગીની ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા પાછળ ટીમની સફળતા અને કેપ્ટન તરીકે M S DHONI એમ એસ ધોની હતા. ધોની પહેલી સિઝનથીજ આ ટીમનો હિસ્સો છે જો કે એ વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ધોની ચેન્નાઈ ટીમની પહેલી પસંદગી નોહતા, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી […]

Pinak Shukla

|

Sep 12, 2020 | 6:04 PM

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPLની સૌથી વધારે પસંદગીની ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા પાછળ ટીમની સફળતા અને કેપ્ટન તરીકે M S DHONI એમ એસ ધોની હતા. ધોની પહેલી સિઝનથીજ આ ટીમનો હિસ્સો છે જો કે એ વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ધોની ચેન્નાઈ ટીમની પહેલી પસંદગી નોહતા, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી મેનેજમેન્ટ ધોનીની જગ્યા પર સ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગને પોતાની સાથે લેવા માંગતું હતું અને તેને જ કેપ્ટન બનાવવા માગતું હતું. આ ખુલાસો કર્યો છે ચેન્નાઈના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે.

CSKએ ધોનીને IPL આતિહાસની પહેલી લિલામીમાં ખરીદ્યો હતો. ચેન્નાઈને છોડીને બાકી તમામ 7 ટીમે આઈકન રહેલા ખેલાડીઓને પોતાના કેપ્ટન બનાવ્યા, ખાલી ચેન્નાઈ પાસે કોઈ આઈકોન ખેલાડી નોહતો એટલે તેમણે ધોનીને ખરીધ્યો હતો.

પોતાના યૂ-ટ્યૂબ ચેનલમાં પૂર્વ CSK બેટ્સમેન બદ્રીનાથે આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સેહવાગે દિલ્હી તરફથીજ પોતાની ઈચ્છા જાહેર કરી હતી એટલે જ તેણે ચેન્નાઈની ટીમ બદલવી પડી હતી. બદ્રીનાથ પ્રમાણે IPLની શરૂઆત 2008નાં વર્ષમાં થઈ હતી અને તમે જુઓ તો ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી પસંદ વીરેન્દ્ સેહવાગ હતા ખુદ મેનેજમેન્ટે પણ આ માટે મન બનાવી લીધુ હતું. સેહવાગે જ જો કે અંતમાં કહ્યું કે દિલ્હીમાં તેમનો ઉછેર થયો છે એટલે તે ટીમ સાથે તેમનું બોન્ડીંગ સારૂ રહેશે. તેમણે એ પણ ઉમેર્યું કે ધોનીએ થોડા સમય પહેલા જ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું  એટલે ચેન્નાઈએ પછી તેને સાઈન કરી લીધો હતો.

ધોનીને ચેન્નાઈએ 6 કરોડ રૂપિયા આપીને ખરીધ્યો હતો. ધોની તે વખતે લીગનાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભર્યા હતા. ધોનીનાં આવવાથી ચેન્નાઈનાં બેટ્સમેન, કેપ્ટન , વિકેટકીપરની જરૂરિયાત એક સાથે પુરી થઈ ગઈ અને પછી ધોનીએ ચેન્નાઈને IPLનાં ઈતિહાસની સફળ ટીમ બનાવી નાખી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati