AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: યુવરાજસિંહને એક બે નહીં અડધો ડઝન અભિનેત્રીઓ સાથે હતા અફેર, અભિનેત્રી સાથે કર્યા લગ્ન

2007માં તેણે T20 વિશ્વકપ અને 2011 વન ડે વિશ્વકપ જીતાડવામાં પણ યુવરાજ સિંહનું મહત્વનું યોગદાન રહ્યુ હતુ. 2011માં તેને કેન્સર હોવા છતાં પણ તે ટીમ માટે રમતો રહ્યો હતો. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરાયો હતો.

Cricket: યુવરાજસિંહને એક બે નહીં અડધો ડઝન અભિનેત્રીઓ સાથે હતા અફેર, અભિનેત્રી સાથે કર્યા લગ્ન
Yuvraj Singh-Kim Sharma
Avnish Goswami
| Edited By: | Updated on: May 18, 2021 | 11:40 PM
Share

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ (Yuvraj Singh) પોતાના સમયના જબરદસ્ત ખેલાડી રહ્યો છે. બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં તેની રમત લાજવાબ રહી છે. 2007માં તેણે T20 વિશ્વકપ અને 2011 વન ડે વિશ્વકપ જીતાડવામાં પણ યુવરાજ સિંહનું મહત્વનું યોગદાન રહ્યુ હતુ. 2011માં તેને કેન્સર હોવા છતાં પણ તે ટીમ માટે રમતો રહ્યો હતો. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરાયો હતો.

ક્રિકેટના મેદાનની બહાર પણ પર્સનલ લાઈફને લઈને યુવરાજ સિંહ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. 2016માં બોલીવુડ એકટ્રેસ હેઝલ કીચ (Hazel Keech)સાથે લગ્ન પહેલા તેના અનેક અફેર રહ્યા હતા. લગભગ અડધો ડઝન બોલીવુડ એકટ્રેસની સાથે તેના રિલેશન રહ્યા હતા. જેમાં દિપીકા પાદુકોણ, પ્રિતી ઝિન્ટા, પ્રિતી ઝાંગયાની, નેહા ધૂપિયા, મનિષા લાંબા જેવા નામ પણ જોડાયેલા હતા.

જોકે આ બધા નામમાં એક નામ એવુ પણ હતુ કે, તેની સાથે યુવીનુ અફેર લાંબો સમય રહ્યુ હતુ. જોકે આ કપલ કેમ અલગ થઈ ગયુ એ જાણકારી નથી. કેટલાક લોકો તેનુ કારણ યુવરાજની માતાને બતાવે છે, તો કેટલાક તે યુવતીના વર્તનને માને છે. જે એક્ટ્રેસની અહીં વાત થઈ રહી છે, તેનુ નામ છે કિમ શર્મા (Kim Sharma).

મહોબ્બતે ફિલ્મથી ચર્ચાઓમાં આવેલી કિમ શર્મા અને યુવરાજ સિંહનો અફેર લગભગ ચારેક વર્ષ સુધી ચાલ્યુ હતુ. બંને 2003માં એક બીજાની નજીક આવ્યા હતા. તે સમયે યુવરાજ સિંહ ટીમ ઈન્ડીયામાં પોતાનુ સ્થાન જમાવી ચુક્યો હતો.

જ્યારે કિમ શર્મા પણ બોલીવુડમાં પોતાની ઓળખ સ્થાપી ચુકી હતી. કિમ શર્મા બોલીવુડ એક્ટર અર્જૂન રામપાલની કઝીન છે. યુવરાજ સાથે તેની મુલાકાત પાર્ટીઓમાં થઈ હતી. અહીંથી જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. બાદમાં બંને સાર્વજનિક રીતે સાથે સાથે જોવા મળવા લાગ્યા હતા.

આ દરમ્યાન બંને વચ્ચે ખટપટ, યુવરાજની માતાના નારાજ હોવાના સમાચાર પણ આવતા રહેતા હતા. જોકે બાદમાં તેને અફવાઓ ગણાવાઈ હતી. જોકે 2007 આવતા આવતા યુવરાજ અને કિમ શર્મા વચ્ચે અંતર વધવા લાગ્યુ હતુ. વર્ષના અંત સુધીમાં આ કપલ એકબીજાથી દુર થઈ ગયુ હતુ. કેટલાક લોકોનું માનવુ છે કે, કિમનું વર્તન ગુસ્સા ભર્યુ અને ગાળો ભર્યા વાક્યો વાળુ હતુ. જેને લઈને બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઈ હતી.

યુવરાજે કહ્યુ હતુ, અંડરસ્ટેડિંગ નહોતુ

મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ હતુ કે, કિમ ખૂબ જ અબ્સેસિવ થઈ ગઈ હતી. સાથે જ તે ગાળો પણ ખૂબ બોલતી રહેતી હતી. તે દરેક સમયે ફોન કરતી રહેતી હતી. જેનાથી યુવરાજ પરેશાન થઈ ગયો હતો તો કેટલાક મીડિયા રિપોર્ટસમાં કહેવાયુ હતુ કે, યુવરાજની માતાએ કિમને વહુ રુપે સ્વીકાર કરવા માટે મનાઈ કરી દીધી હતી.

જેને લઈને યુવરાજ અને કિમ અલગ થઈ ગયા હતા. બાદમાં એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યુ હતુ કે, કિમ સાથે તેની અંડરસ્ટેન્ડીંગ નહોતી. જેને લઈને બ્રેક અપ થયુ હતુ. જોકે કિમ તરફથી આ અંગે કંઈ જ કહેવામાં આવ્યુ નહોતુ.

હજુ પણ કિમ અને યુવરાજ ટચમાં છે

યુવરાજ સિંહ અને કિમ શર્મા એક બીજાના સંપર્કમાં છે. બંને સોશિયલ મીડિયા પર એક બીજાને ફોલો પણ કરે છે. બંને એક બીજાની મસ્તી પણ કરતા રહે છે. સાથે જ બંને પાર્ટીઓમાં પણ એક બીજાને મળતા રહે છે. કિમ શર્મા હાલમાં ફિલ્મોથી દુર છે. તેણે મોહબ્બતે ફિલ્મથી કરિયર શરુ કર્યા બાદ, કહેતા હૈ દિલ બાર બાર, ટોમ ડિક હૈરી, યકીન, તુમસે અચ્છા કૌન હૈ, નહેલે પે દહેલા, ફિદા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

આ પણ વાંચો: IND vs SL: કોરોનાકાળમાં આર્થિક નુકસાનીને સરભર કરવા ભારતીય ટીમ માટે શ્રીલંકા પ્રવાસનું આયોજન કરાયું

g clip-path="url(#clip0_868_265)">