IND vs SL: કોરોનાકાળમાં આર્થિક નુકસાનીને સરભર કરવા ભારતીય ટીમ માટે શ્રીલંકા પ્રવાસનું આયોજન કરાયું

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) જૂનમાં ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનારી છે. જે સપ્ટેમ્બર મહિના સુધી ઈંગ્લેંડમાં જ રોકાશે. જોકે આ દરમ્યાન જુલાઈ માસ દરમ્યાન ભારતની એક વધુ ટીમ મર્યાદીત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસ (Sri Lanka tour) પર જનારી છે.

IND vs SL: કોરોનાકાળમાં આર્થિક નુકસાનીને સરભર કરવા ભારતીય ટીમ માટે શ્રીલંકા પ્રવાસનું આયોજન કરાયું
BCCI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 18, 2021 | 11:17 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) જૂનમાં ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનારી છે. જે સપ્ટેમ્બર મહિના સુધી ઈંગ્લેંડમાં જ રોકાશે. જોકે આ દરમ્યાન જુલાઈ માસ દરમ્યાન ભારતની એક વધુ ટીમ મર્યાદીત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસ (Sri Lanka tour) પર જનારી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આમ તો આવુ ખૂબ જ ઓછુ બન્યુ છે કે, એક જ દેશની બે ટીમ બે જુદા જુદા દેશમાં રમી રહી હોય. BCCIએ ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન જ પોતાની એક ટીમ શ્રીલંકા પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કેમ કર્યો છે, તેને લઈને પણ હવે બોર્ડ તરફથી નિવેદન સામે આવ્યુ છે.

BCCI કોષાધ્યક્ષ અરુણ કુમાર ધુમલ (Arun Kumar Dhumal)એ કહ્યું હતુ કે પાછળના વર્ષે શ્રીલંકા પ્રવાસ રદ થયો હતો. જેને લઈને થયેલા નુકસાનથી શ્રીલંકા ક્રિકેટને સરભર કરવા માટ ભારતે મર્યાદિત ઓવર માટેની રમતનો પ્રવાસ ખેડવો જરુરી હતો. ભારતે પાછળના વર્ષે જૂન માસમાં જ શ્રીલંકા પ્રવાસ કરવાનો હતો. જોકે કોરોનાને લઈને તેને રદ કરી દેવામાં આવ્યો હતો.

ધૂમલે એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યુ હતુ કે, અમે પાછળના વર્ષે શ્રીલંકા પ્રવાસે જઈ શક્યા નહોતા. એટલા માટે જ અમારે તેની પર કામ કરવાની જરુર હતી. કારણ કે અમારી ટીમે ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેંડ જવાનુ હતુ. એટલે અમે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની મેત રાખી હતી. આ સમયે દરેક દેશ ઈચ્છે છે કે તે ભારતીય ટીમની યજમાની કરે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ હોય. કારણ કે તેઓ ટીવી રાઈટ્સ દ્વારા કેટલીક રેવન્યુ હાંસલ કરી શકે.

કોરોનાથી થયુ દબાણ

ધૂમલે કહ્યુ હતુ કે કોરોનાને લઈને ક્રિકેટ ખૂબ જ પ્રભાવિત રહી હતી, જેને લઈને અનેક ટુર્નામેન્ટ રદ થઈ હતી. તેમણે કહ્યું, સૌને ખ્યાલ છે કે, પાછળના એક વર્ષ કરતા વધારે સમયથી કોરોનાને લઈને ક્રિકેટ દબાણમાં છે. અનેક એફટીપીને રદ કરવામાં આવ્યા હતા.

જેને લઈને વિશ્વભરના આ પ્રકારના સંઘોને ખૂબ નુકશાન થયુ હતુ. જ્યાં સુધી તમે આવા પ્રવાસ નહીં કરો, ત્યાં સુધી તમે આ નુકશાનની ભરપાઈ નહીં કરી શકો. એવા બોર્ડથી આ ખૂબ મુશ્કેલ હશે કે, આ લોકો આર્થિક સંકટથી બહાર નિકળે.

જલ્દીથી થઈ શકે છે ટીમની ઘોષણા

ઈંગ્લેંડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ મુંબઈમાં એકઠા થવા બાદ પસંદગી સમિતિ શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની સિરીઝ માટે ટીમ જાહેર કરી શકે છે. આ ટીમમાં ભારતના કેટલાક યુવા ખેલાડીઓને મોકો મળી શકે છે. ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવશે તેને લઈને પણ આકરી સ્પર્ધા ચાલી રહી છે.

આ પણ વાંચો: WTC Final : કોહલી, રહાણે, પંત કોઇ નહી આવે કામ, ન્યૂઝીલેન્ડ સામે બ્રહ્માસ્ત્ર સાબિત થશે રવિન્દ્રસિંહ જાડેજા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">