ક્રિકેટ સાઉથ આફ્રિકાનો મોટો નિર્ણય, ભારતીય ટીમના પ્રવાસ પહેલા કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત

|

Dec 02, 2021 | 11:37 PM

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ગુરૂવારે 2 ડિસેમ્બરે એક નિવેદન દ્વારા જણાવ્યું કે ડિવિઝન-2 સીએસએ ફોર-ડે ડોમેસ્ટિક સિરિઝની તમામ મેચ સ્થગિત કરવામાં આવી રહી છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાનો મોટો નિર્ણય, ભારતીય ટીમના પ્રવાસ પહેલા કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત
File Image

Follow us on

ભારતીય ટીમના સાઉથ આફ્રિકા (South Africa) પ્રવાસ પર કોરોના વાઈરસ (Corona Virus)ની નજર લાગી ગઈ છે. સાઉથ આફ્રિકામાં મળેલા કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના ખતરાના કારણે ભારત અને સાઉથ આફ્રિકા સિરિઝને લઈ સંકટ છે. આ મામલે હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી અને ક્રિકેટ સાઉથ આફ્રિકા પણ BCCIને કડક સુરક્ષા અને બાયો બબલનું કહી રહ્યું છે. ત્યારે આફ્રિકી બોર્ડે સંક્રમણના કેસો વધી રહ્યા છે, તેના કારણે ઘરેલુ ટુર્નામેન્ટની મેચ સ્થગિત કરી દીધી છે. CSAના આ પગલાના કરાણે ભારતીય ટીમનો 9 ડિસેમ્બરના સાઉથ આફ્રિકા રવાના થવા પર પણ હાલ શંકાઓ વધી ગઈ છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ગુરૂવારે 2 ડિસેમ્બરે એક નિવેદન દ્વારા જણાવ્યું કે ડિવિઝન-2 સીએસએ ફોર-ડે ડોમેસ્ટિક સિરિઝની તમામ મેચ સ્થગિત કરવામાં આવી રહી છે. આ મેચ ગુરૂવારથી જ શરૂ થવાની હતી પણ તેમાં ભાગ લેનારી ટીમોમાં ઘણા સંક્રમણના કેસ સામે આવ્યા, જેના કારણે આફ્રિકી બોર્ડે આ નિર્ણય લેવો પડ્યો. આ ટુર્નામેન્ટ કોઈ પ્રકારના બાયો બબલમાં નથી રમાતી, જેના કારણે સીએસએએ આ મેચોને સ્થગિત કરવાનો નિર્ણય લીધો.

 

 

બાયો બબલમાં નથી રમાતી મેચ

CSAએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેચ શરૂ થયા પહેલા કરવામાં આવેલા ટેસ્ટમાં આ સંક્રમિત કેસો સામે આવ્યા અને કોવિડ પ્રોટોકોલ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો. બોર્ડે કહ્યું કે આ ટુર્નામેન્ટ બાયો બાબલમાં નથી થઈ રહી અને છેલ્લા કેટલાક દિવસોમાં ટીમોના આવ્યા પહેલા કરવામાં આવેલા ટેસ્ટમાં કોવિડ 19 સંક્રમણના કેસ સામે આવ્યા છે. તમામ ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય CSAની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના માટે સંગઠનના કોવિડ 19 પ્રોટોકોલમાં આપવામાં આવેલા નિયમોને લાગુ કરવામાં આવ્ચા છે.

 

એક અઠવાડિયા માટે ટાળવામાં આવશે પ્રવાસ

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 17 ડિસેમ્બરથી 3 મેચની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. ત્યારબાદ 3 વનડે અને 4 ટી20 મેચ પણ રમવાની છે. ત્યારે તાજા કેસો મળ્યા બાદ આ પ્રવાસ પર સંકટના વાદળ ઉભા થયા છે. એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ અને સીએસએ પોતાની વચ્ચે વાતચીત બાદ આ પ્રવાસની શરૂઆતને એક અઠવાડિયા માટે ટાળવા પર વિચાર કરી રહ્યા છે. હાલમાં ભારતની એ ટીમ સાઉથ આફ્રિકામાં જ છે. જે અહીં ચાર દિવસ સુધી બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમી રહી છે.

 

આ પણ વાંચો: Instagram પર તમારી પસંદનું કન્ટેન્ટ જોવા માંગો છો, આ સરળ ટ્રીક તમારા કામ આવશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

 

Next Article