શુભમન ગીલે હવામાં રમત પૂરી કરવાની લીધી ટ્રેનિંગ, ઝિમ્બાબ્વેથી સામે આવ્યો VIDEO

ઝિમ્બાબ્વે (India Vs Zimbabwe) પ્રવાસ પર ભારતીય ટીમે 3 વનડે મેચોની સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટથી છે, જેના માટે ભારતીય ટીમની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે.

શુભમન ગીલે હવામાં રમત પૂરી કરવાની લીધી ટ્રેનિંગ, ઝિમ્બાબ્વેથી સામે આવ્યો VIDEO
SHUBMAN-GILL-LAXMAN
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 15, 2022 | 5:14 PM

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે (India Vs Zimbabwe) પ્રવાસ પર પહોંચી ગઈ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમે 3 વનડે મેચોની સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટથી છે, જેના માટે ભારતીય ટીમની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેથી ભારતીય ટીમની પ્રેક્ટિસની તસવીરો સામે આવી છે, જેમાં ટીમના લગભગ તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન ટીમના સપોર્ટ સ્ટાફની હાજરી પણ ત્યાં જોવા મળી હતી. ઝિમ્બાબ્વેને હરાવવાની તમામ ટ્રેનિંગ સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ થઈ હતી. પરંતુ શુભમન ગિલની (Shubman Gill) ટ્રેંનિંગે બધાનું ધ્યાન ખેચ્યું હતું, જેને હવામાં રમતને પૂરી કરવાની યુક્તિ કહેવામાં આવી હતી.

હરારેથી ભારતીય ટીમની પ્રેક્ટિસની તસવીરો બીસીસીઆઈએ જ શેર કરી છે એટલું જ નહીં તેના વિઝ્યુઅલ પણ પત્રકાર વિમલ કુમારે તેની યુટ્યુબ ચેનલ પર તેની પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં ભારતીય ટીમને નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતા જોઈ શકો છો, જ્યારે શુભમન ગિલ લક્ષ્મણ સાથે કેચ પકડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેતો જોઈ શકાય છે.

હરારેથી ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસની પહેલી ઝલક

વીડિયોની શરૂઆતમાં ભારતીય બેટ્સમેનો નેટ્સમાં પરસેવો પાડતા જોવા મળે છે. બેટિંગમાં તેમના પ્રયત્નો કલાકો સુધી ચાલે છે. આ પછી જે નજારો જોવા મળે છે જે બેટિંગ પ્રેક્ટિસના ચિત્રોથી થોડું અલગ છે.

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસમાં બેટિંગ સિવાય શુભમન ગિલ સ્લિપમાં કેચ પકડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. ગિલને આ ટ્રેનિંગ આ પ્રવાસ પર ટીમના હેડ કોચ વીવીએસ લક્ષ્મણ આપતા જોવા મળ્યા હતા. ગિલ અને લક્ષ્મણની આ સ્પેશિયલ ટ્રેનિંગ લાંબા સમય સુધી ચાલી. ગિલ પહેલાથી જ કેચ પકડવામાં માહિર છે પરંતુ આ પ્રેક્ટિસ પછી તે તેને વધુ ધાર આપી રહ્યો હોવાનું જણાય છે.

ઝિમ્બાબ્વેમાં હવામાં રમતને પૂરી કરશે ગિલ!

જેટલી વધુ પ્રેક્ટિસ તેટલી ગેમ વધુ સારી. હવે આ ટ્રેનિંગ ગીલને મળી રહી છે ત્યારે પણ કંઈક આવું જ જોવા જઈ રહ્યું છે. જો તે ઝિમ્બાબ્વેના બેટ્સમેનોના કેચ પકડતા અને તેમની રમતને હવામાં પૂરી કરતા જોવા મળે તો નવાઈ થવી જોઈએ નહીં.

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર કેએલ રાહુલની કેપ્ટનશીપમાં પહોંચી ગઈ છે. આ પ્રવાસમાં પહેલી વનડે 18 ઓગસ્ટે, બીજી વનડે 20 ઓગસ્ટે અને ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati