AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal એ અફવાઓ પર લગાવી બ્રેક, પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધો પર કહી આ વાત

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્માની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સોશિયલ મીડિયા યુઝર્સે બંનેના સંબંધ તૂટવા વિશે અટકળો શરૂ કરી હતી.

Yuzvendra Chahal એ અફવાઓ પર લગાવી બ્રેક, પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધો પર કહી આ વાત
Dhanshree-wishes-yuzi-chahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 6:34 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પોતાની પર્સનલ લાઈફ વિશે ઉડતી અફવાઓ પર બ્રેક લગાવી છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) વચ્ચેના સંબંધોને લઈને ગુરુવારે ઘણી અટકળો અને અફવાઓ હતી, જે પછી ચહલે સ્પષ્ટતા જાહેર કરીને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. ચહલ અને ધનશ્રીની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી અચાનક જ યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને કદાચ બંને અલગ-અલગ રસ્તાઓ પર ચાલવાની તૈયારી કરી રહ્યા છે.

ચહલે કરી સ્પષ્ટતા

યુઝવેન્દ્ર ચહલે ગુરુવાર 18 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેને તેમના સંબંધો વિશે શરૂ થયેલી અફવાઓને નકારી કાઢી. ચહલે લખ્યું, “તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારા સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. દરેકને પ્રેમ કરો.”

ઇન્સ્ટાગ્રામ પ્રવૃત્તિઓના લીધે થઈ શંકા

આ મામલો ચહલ અને ધનશ્રીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયો હતો. ચહલે હાલમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું – ‘નવું જીવન શરૂ થઈ રહ્યું છે’. ત્યારે અચાનક કેટલાક યુઝર્સે જોયું કે ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી દીધી છે. આ એક બદલાવે બધાને ચોંકાવી દીધા અને અફવાઓ શરૂ થઈ.

ખાસ કરીને ટ્વિટર પર બંનેના સંબંધોને લઈને ઘણી બધી વાતો લખાવા લાગી. ઘણા યુઝર્સે અંદાજો લગાયો હતો કે બંને ટૂંક સમયમાં અલગ થઈ શકે છે, જ્યારે કેટલાક અનુમાન કરે છે કે ચહલ અને ધનશ્રી વચ્ચે બધું બરાબર નથી.

2020 માં શરૂ થયો સંબંધ

ચહલ અને ધનશ્રીના સંબંધોની શરૂઆત 2020માં થઈ હતી. કોરોના સંક્રમણ લોકડાઉન દરમિયાન ચહલે તેની સગાઈના સમાચાર આપીને બધાને હેરાન દીધા હતા. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન પણ કર્યા હતા. ધનશ્રી વર્મા વ્યવસાયે એક ડોક્ટર હતી, પરંતુ તે પછી તેણે તેના ડાન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી ઓળખ બનાવી અને ત્યારથી તે કોરિયોગ્રાફર તરીકે ફેમસ થઈ અને સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર બની ગઈ.

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">