ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની સેલરી જાણી ચોંકી જશો, જાણો અગરકરને કેટલા કરોડ મળશે
BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની નિમણૂક કરી છે. જે બાદ અગરકરને કેટલી વાર્ષિક સેલરી મળશે તેને લઈ ખુલાસો થયો છે.
વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોડ BCCIએ ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની નિમણૂક કરી છે. આ પદ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની પસંદગી કરવામાં આવી છે. અગરકર ટીમ ઈન્ડિયામાં ઘણા લાંબા સમય સુધી રમ્યા હતા અને વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતના આધારભૂત બોલર સાબિત થયા હતા. હવે તેમને ચીફ સિલકેટરનું નવું પદ મળ્યું છે.
અજીત અગરકર BCCIના ચીફ સિલેક્ટર
BCCIના ચીફ સિલેક્ટર બન્યા બાદ અગરકરની પહેલી અને સૌથી મોટી જવાબદારી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવાની રહેશે. આ સાથે જ ટીમ સિલેક્શનમાં સંતુલન જાળવી તટસ્થ નિર્ણય લઈ દરેક ફોર્મેટ અને દરેક લેવલ પર ભારતીય ક્રિકેટના હિતમાં નિર્ણય લેવાનું રહેશે.
🚨 NEWS 🚨: Ajit Agarkar appointed Chairman of Senior Men’s Selection Committee.
Details 🔽https://t.co/paprb6eyJC
— BCCI (@BCCI) July 4, 2023
મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો
ચીફ સિલેક્ટરનું પદ લાંબા સમયથી ખાલી પડયું હતું, જેના પર હવે મોહર લાગી ગઈ છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના વિવાદ અને બાદમાં ચીફ સિલેક્ટરની સેલરીને લઈ અનેક અફવાઓના કારણે આ પદને લઈ સતત ચર્ચાઓ ચાલી હતી. એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી.
વીરેન્દ્ર સેહવાગે ઓફર ઠુકરાવી
એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો કરવામાં આવ્યો છે.
BCCI is set to increase the salary of the chief selector, the current salary is 1 crore.
Ajit Agarkar is set to become the new chief selector of the Indian Team. [The Indian Express] pic.twitter.com/EMTz3lQJdM
— Johns. (@CricCrazyJohns) June 30, 2023
આ પણ વાંચો :Breaking News: SAAF ચેમ્પિયનશીપમાં ભારત નવમી વાર બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું
એક કરોડ રૂપિયા સેલરી
BCCIના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરની નિમણૂક થયા બાદ હવે તેની સેલરીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. BCCI મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને વાર્ષિક એક કરોડ રૂપિયા સેલરી આપશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ BCCI તરફથી વધારો કરવામાં આવ્યો છે.