Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: SAAF ચેમ્પિયનશીપમાં ભારત નવમી વાર બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું

SAFF Championship રોમાંચક ફાઇનલમાં ભારતની જીત, ભારત નવમી વાર SAAF ચેમ્પિયનશીપ જીત્યું હતું. રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવી ટાઇટલ જીત્યું હતું.

Breaking News: SAAF ચેમ્પિયનશીપમાં ભારત નવમી વાર બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:18 PM

SAFF Championship ફાઇનલમાં કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવી ભારતીય ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો હતો. ભારત રેકોર્ડ નવમી વાર SAAF ચેમ્પિયનશીપ જીત્યું હતું.

SAFF ચેમ્પિયનશિપ

ભારતે નવમી વખત SAFF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સુનિલ છેત્રીની આગેવાનીમાં ભારતે કુવૈતને ફાઇનલમાં હરાવ્યું હતું. બંને દેશોની ફૂટબોલ ટીમો વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. સડન ડેથમાં ગુરપ્રીત સિંહ સંધુએ પેનલ્ટી રોકીને ભારતને 5-4થી જીત અપાવી હતી.

આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો
Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?

ટીમ ઈન્ડિયા નવમી વાર ચેમ્પિયન

ભારતે અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં આ ખિતાબ જીત્યો હતો. મેચની વાત કરીએ તો, નિર્ધારિત 90 મિનિટમાં ભારત અને કુવૈતનો સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. એકસ્ટ્રા સમયમાં બંને ટીમોમાંથી કોઈ ગોલ લઈ શકી નહોતી અને મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં પર નિર્ભર થયું હતું.

બંને ટીમો 1-1ની બરાબરી પર

શૂટઆઉટમાં પણ એક સમયે સ્કોર 4-4થી બરાબર થઈ ગયો હતો અને ત્યારબાદ સડન ડેથમાં ભારતે પ્રથમ ગોલ કર્યો હતો અને ત્યારબાદ ભારતીય ગોલકીપર ગુરપ્રીત દિવાર બન્યો હતો અને તેણે પેનલ્ટી બચાવી હતી. આ પહેલા કુવૈતે ભારત સામે પ્રથમ 14 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી હતી. શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News : અજિત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના New Chief Selector, ચેતન શર્માની લીધી જગ્યા

ચાંગટેએ ભારતનું ખાતું ખોલાવ્યું

16મી મિનિટે ભારતને બરાબરી કરવાની તક મળી હતી, પરંતુ સુનીલ છેત્રીના શોટને કુવૈતના ગોલકીપરે રોકી દીધો હતો. આ પછી ભારતીય ટીમે કુવૈતની ટીમ પર વધુ એટેક કર્યા હતા. 38મી મિનિટે ભારતના લલિયાનજુઆલા ચાંગટેએ ગોલ કરીને સ્કોરની બરાબરી કરી હતી. જો કે સ્કોર બરાબર થયા બાદ બંને ટીમોએ લીડ લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ 90 મિનિટ સુધી કોઈ લીડ લઈ શક્યું ન હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">