AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અજિત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના New Chief Selector, ચેતન શર્માની લીધી જગ્યા

Ajit Agarkar New Chief Selector: ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે.

Breaking News : અજિત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના New Chief Selector, ચેતન શર્માની લીધી જગ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 10:21 PM
Share

Senior Men’s Selection Committee : ભારતીય ક્રિકેટ માટે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની (Ajit Agarkar) નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના સ્થાને તેઓ આ જવાબદારી સંભાળશે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી.

અજીત અગરકરે થોડા દિવસો પહેલા IPL ટીમ દિલ્હી કેપિટલ્સમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર બનશે તે લગભગ નિશ્ચિત હતું. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિ: અજીત અગરકર (ચેરમેન), શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, શ્રીધરન શરથ

આ પણ વાંચો : MS Dhoni-Sakshi ના લગ્નને પૂરા થયા 13 વર્ષ, જાણો આ ક્યૂટ કપલની પહેલી મુલાકાતની હકીકત

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી પસંદગી સમિતિ

સ્વર્ગસ્થ રમાકાંત આચરેકરના શિષ્ય 45 વર્ષીય અજીત અગરકરે 191 વનડે, 26 ટેસ્ટ અને 4 ટી-20 રમી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનને 2021માં અગરકર સાથે સમસ્યા હોવાનું માનવામાં આવે છે અને તેથી જ તેને મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યો ન હતો. જોકે આ વર્ષે તેમને આ જવાબદારી મળી છે.

આ પણ વાંચો :  Viral: ઘરમાં દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો કેન વિલિયમ્સન, જુઓ Video

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરે 110 ફર્સ્ટ ક્લાસ, 270 લિસ્ટ A અને 62 T20 મેચ રમી છે. તેણે દેશ માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી20 મેચ રમી હતી. તે 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. વનડેમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ હજુ પણ તેના નામે છે. તેણે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામે 21 બોલમાં આ અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 23 ODIમાં 50 વિકેટ હાંસલ કરી અને લગભગ એક દાયકા સુધી સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બોલર હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">