Viral: પહેલી મુલાકાતમાં ધોની સામે કેમ જોડ્યા હાથ, યશસ્વીએ કર્યો ખુલાસો, જુઓ Video

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે પદાર્પણ કરે તેવી શક્યતા છે. આ બધા વચ્ચે તેણે ધોની સાથેના તેના સંબંધ અને પહેલી મુલાકાતનો અનુભવ શેર કર્યો હતો.

Viral: પહેલી મુલાકાતમાં ધોની સામે કેમ જોડ્યા હાથ, યશસ્વીએ કર્યો ખુલાસો, જુઓ Video
Dhoni and Yashaswi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 9:34 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને IPLમાં CSKના લીડર મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ ખેલાડીઓમાં પણ છે. IPLમાં જ્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ સમાપ્ત થયા છે ત્યારબાદ અનેક યુવા ખેલાડીઓ ધોની સાથે વાતચીત કરતા જોવા મળે છે. યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) પણ આ યુવાઓમાંનો એક છે. તેણે પણ અનેક વાર મેચ બાદ ધોની સાથે વાતચીત કરી છે.

BCCI પોડકાસ્ટમાં કર્યો ખુલાસો

યશસ્વી જયસ્વાલ હાલ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ છે. તેની સાથે ઋતુરાજ ગાયકવાડને પણ આ શ્રેણીમાં તક આપવામાં આવી છે. આ બંને યુવા ખેલાડીઓએ BCCI દ્વારા શરૂ કરવામાં આવેલ પોડકાસ્ટના પહેલા એપિસોડમાં ધોની અંગે વાતચીત કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે ધોની સાથેની પહેલી મુલાકાત વખતની મોમેન્ટને શેર કરી હતી, જેનો વીડિયો BCCIએ ટ્વિટર પર શેર કર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ધોની સાથે પહેલી મુલાકાતનો અનુભવ

યશસ્વીએ કહ્યું કે જ્યારે હું ધોની સરને પહેલીવાર મળ્યો ત્યારે હું સાવ ચૂપ થઈ ગયો હતો. મેં તેમને હેલો કહ્યું અને તે સમયે મારા શરીર પરના વાળ ઉભા થઈ ગયા. એમને જોવું અને મળવું મારા માટે એક સપનું હતું, અત્યારે પણ વાત કરતી વખતે મારી પાસે આ અનુભવ શેર કરવા શબ્દો ઓછા પડી રહ્યા છે. હું તેમની સાથે વધુ ને વધુ સમય વિતાવવા માંગુ છું જેથી મને તેમની પાસેથી વધુ શીખવા મળી શકે.

આ પણ વાંચો : BAN vs IND: ટીમ ઈન્ડિયાએ 66 બોલમાં એક પણ રન ન બનાવ્યો !, 20 ઓવરમાં સ્કોર 95/8 અને છતા જીત કરી પાક્કી

IPL 2023માં યશસ્વીનું શાનદાર પ્રદર્શન

IPLની 16મી સિઝન યશસ્વી જયસ્વાલની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સિઝન રહી હતી. યશસ્વીએ 14 મેચમાં 48.08ની એવરેજથી કુલ 625 રન બનાવ્યા હતા જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. આ દમદાર પ્રદર્શન બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કમાલ કરી હતી, જેના પરિણામ સ્વરૂપ તેને હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">