BAN vs IND: ટીમ ઈન્ડિયાએ 66 બોલમાં એક પણ રન ન બનાવ્યો !, 20 ઓવરમાં સ્કોર 95/8 અને છતા જીત કરી પાક્કી
બાંગ્લાદેશ સામેની બીજી T20માં ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવ્યા હતા. ભારતની આ નબળી બેટિંગનું કારણ બાંગ્લાદેશની ચુસ્ત બોલિંગ હતી. જોકે અંતમાં ભારતે આ મેચ જીતી લીધી હતી.
બાંગ્લાદેશ સામેની બીજી T20માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમના બેટ્સમેન દરેક રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ સામેની પ્રથમ T20ની પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌર બીજી T20માં પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
સ્મૃતિ મંધાના માટે 100ના સ્ટ્રાઈક રેટથી ઉપર બેટિંગ કરવી મુશ્કેલ બની ગઈ હતી અને કેટલાક ખેલાડીઓ ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. પરિણામ એ આવ્યું કે આખી ભારતીય ટીમ 20 ઓવરમાં 100 રન પણ બનાવી ન શકી.
ટીમ ઈન્ડિયા 100 રન પણ ન બનાવી શકી
બાંગ્લાદેશ સામેની બીજી T20માં ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવ્યા હતા. ભારતની આ નબળી બેટિંગનું કારણ બાંગ્લાદેશની ચુસ્ત બોલિંગ હતી. ખાસ કરીને સુલતાના ખાતૂને જે રીતે ટોપથી લઈને મિડલ ઓર્ડર સુધીના બેટ્સમેનોને તોડ્યા, તેણે ભારતને 100 રન પહેલા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી.
95/8 – This was team India’s lowest-ever T20I total against Bangladesh.
What do you think went wrong with the Indian batters?#CricketTwitter #BANvIND pic.twitter.com/hGr36C8EFT
— Female Cricket (@imfemalecricket) July 11, 2023
સુલતાના ખાતૂન સામે ટોપ ઓર્ડર ધ્વસ્ત
બાંગ્લાદેશની ઑફ સ્પિનર સુલતાના ખાતૂને બીજી T20માં 4 ઓવર નાખી અને 21 રનમાં 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેનો પહેલો શિકાર શેફાલી વર્મા બની, જે 14 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ. આ પછી સુલતાનાએ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને આઉટ કરી હતી. પ્રથમ T20માં પ્લેયર ઓફ ધ મેચ બનેલી હરમનપ્રીત બીજી મેચમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી. સુલ્તાનાનો ત્રીજો અને છેલ્લો શિકાર હરલીન દેઓલ બની, જેણે 14 બોલમાં 10 રન બનાવ્યા હતા.
ધીમા સ્ટ્રાઈક રેટથી ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી
જે રીતે ભારતીય ટીમના 3 બેટ્સમેન માત્ર એક બોલરની સામે સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા, તેવી જ હાલત અન્ય બેટ્સમેનોની પણ થઈ હતી. ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાનો સ્ટ્રાઈક રેટ માત્ર 100 હતો. તેણે 13 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ સિવાય યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, અમનજીત કૌર સહિત બાકીના બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 100 રનથી ઓછો હતો. ભારતીય બેટ્સમેનોના આ ઘટતા સ્ટ્રાઈક રેટના કારણે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની બીજી T20માં મુશ્કેલીમાં મુકાઈ હતી.
A forgettable day for India 😐 #BANvIND pic.twitter.com/wjhQvY8eLT
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2023
આ પણ વાંચો : BAN vs IND: અંતિમ ઓવરમાં શેફાલી વર્માએ 1 રન આપીને 3 વિકેટ ઝડપી ભારતને અપાવી યાદગાર જીત
પત્તાની જેમ વેરવિખેર ટીમ ઈન્ડિયા!
હરમનપ્રીત એન્ડ કંપનીની પ્રથમ વિકેટ 33 રનમાં પડી હતી. આ પછી થોડી જ વારમાં વધુ 2 વિકેટ પડી ગઈ. એટલે કે સ્કોર 1 રન પર 3 વિકેટ થયો. ટૂંક સમયમાં જ ભારતનો સ્કોર 33/3 થી 61/6 થઈ ગયો. ભારતની 8મી વિકેટ 84 રન પર પડી. આ મેચમાં ભારતીય બેટિંગ સાથે એક સારી બાબત એ હતી કે તે ઓલઆઉટ થઈ શકી નહોતી.