AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saeed Anwar on Virat Kohli: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2 સદી નોંધાવે એવી આશા પાકિસ્તાનના દિગ્ગજે રાખી!

WTC Final: વિરાટ કોહલીએ IPL 2023 માં લીગ તબક્કા દરમિયાન સળંગ બે સદી નોંધાવી હતી. હવે કોહલી ઈંગ્લેન્ડ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પહોંચી ચૂક્યો છે. જ્યાં તેના આ અંદાજની આશા રાખવામાં આવી છે.

Saeed Anwar on Virat Kohli: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2 સદી નોંધાવે એવી આશા પાકિસ્તાનના દિગ્ગજે રાખી!
Saeed Anwar on Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 7:25 PM
Share

IPL 2023 માં વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. સિઝનના અંતિમ તબક્કામાં પણ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. સિઝન દરમિયાન વિરાટ કોહલીએ સળંગ બે સદી નોંધાવી હતી. જોકે કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લીગ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. આમ બેંગ્લોરના ચાહકો ફરી એકવાર નિરાશ થયા હતા. કોહલીની ટીમ પ્લેઓફમાં નહીં પહોંચતા ચાહકો નિરાશ થયા હતા. જોકે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે, જ્યાં તે આ જ અંદાજ સાથે સદી નોંધાવે એવી શુભેચ્છા પાકિસ્તાનથી આવી છે.

આગામી 7 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ માટે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ લંડન પહોંચી ચૂક્યા છે. જ્યાં ખેલાડીઓએ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચના માટેની તૈયારીઓ શરુ કરી છે.

આઈપીએલમાં બે સદી નોંધાવી

સળંગ બે સદી આઈપીએલના લીગ તબક્કાની અંતિમ બંને મેચમાં વિરાટ કોહલીએ નોંધાવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની સામે કોહલીએ 100 રનની ઈનીંગ રમી હતી. જ્યારે ગુજરાત ટાઈટન્સ સામે અંતિમ લીગ મેચમાં સદી નોંધાવી હતી. કોહલીની સદી વડે બેંગ્લોરે જીત હૈદરાબાદ સામે નોંધાવી હતી, જ્યારે ગુજરાત સામે સદી એળે ગઈ હતી અને બેંગ્લોરની હાર થઈ હતી. આ હાર સાથે જ બેંગ્લોરની સફર લીગ તબક્કામાંજ પુરી થઈ ગઈ હતી.

હવે પાકિસ્તાનથી વિરાટ કોહલીના માટે શુભેચ્છાઓ આવી છે. વિરાટ કોહલી સામે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ છે. જેમાં કોહલીની ફોર્મ જળવાઈ રહે એવી આશા રાખવામાં આવી રહી છે. કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર બે જુદી જુદી પોતાની જ તસ્વીરો શેર કરી છે. આમ ઈશારામાં બતાવ્યુ કે, પોતાનુ ધ્યાન આ તરફ છે.

પાકિસ્તાનથી આવી શુભેચ્છા

વિરાટ કોહલીએ પોતાની તસ્વીરો શેર કરવા બાદ ચાહકો મોટી સંખ્યામાં તેને પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનથી એક ખાસ રિએક્શન તેની પોષ્ટ પર આવ્યુ હતુ. પૂર્વ તોફાની ક્રિકેટર સઈદ અનવરે વિરાટ કોહલીના ટ્વીટને રિટ્વીટ કરીને પોતાની ખ્વાઈશ બતાવી હતી. અનવરે વિરાટ કોહલીએ ફાઈનલના માટે શુભકામનાઓ પાઠવી હતી અને આ મહત્વની મેચની બંને ઈનીંગમાં સદી નોંધાવે તેવી આશા દર્શાવી છે.

ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીના દિવાના પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં છે. પૂર્વ ક્રિકેટરો પણ કોહલીની બેટિંગના આશિક છે. આવામાં પૂર્વ ઓપનર સઈદ અનવરે પણ કોહલીની ટેસ્ટમાં બંને ઈનીંગમાં સદીની આશા રાખી છે. આવામાં અનવરની આ અપેક્ષાથી કોઈ આશ્ચર્ય નથી, કારણ કે અનેક પાકિસ્તાની ખેલાડીઓ તેની બેટિંગને પસંદ કરે છે.

આ પણ વાંચોઃ  IPL 2023 Final : રવિવારે વરસાદ વરસવાની સ્થિતીમાં ફાઈનલ માટે શુ છે નિયમ? કેવી રીતે સામે આવશે ચેમ્પિયન માટે મેચનુ પરિણામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">