IPL 2023 Final : રવિવારે વરસાદ વરસવાની સ્થિતીમાં ફાઈનલ માટે શુ છે નિયમ? કેવી રીતે સામે આવશે ચેમ્પિયન માટે મેચનુ પરિણામ

IPL 2023 Final, CSK vs GT : રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલનો જંગ થનારો છે. આ મેચમાં વરસાદનુ સંકટ પણ તોળાયેલુ છે.

IPL 2023 Final : રવિવારે વરસાદ વરસવાની સ્થિતીમાં ફાઈનલ માટે શુ છે નિયમ? કેવી રીતે સામે આવશે ચેમ્પિયન માટે મેચનુ પરિણામ
IPL Final માં વરસાદની સ્થિતીમાં શુ થઈ શકે, જાણો નિયમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:55 AM

IPL 2023 Final રવિવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ માટે ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ ક્રિકેટ ચાહકો ફાઈનલ જોવા માટે અમદાવાદ આવ્યા છે. આ દરમિયાન વરસાદનો માહોલ અમદાવાદમાં હોવાને લઈ ફાઈનલ મેચને લઈ ચિંતા સતાવી રહી છે. ક્વોલિફાયર 2 મેચમાં પણ વરસાદ વરસવાને લઈ નિર્ધારિત સમય કરતા મેચ મોડી શરુ થઈ હતી. હવે જો ફાઈનલ મેચમાં પણ વરસાદ વરસે તો મેચ મોડી થવાની જ નહીં પરંતુ એ સિવાય મેચ યોજાવાને લઈ પણ ચિંતા ક્રિકેટ રસિયાઓને સતાવી રહી છે. જોકે વરસાદ વરસી જાય અને ફાઈનલમાં વિલન બને તો આ માટે પહેલાથી જ BCCI એ નિયમો ઘડી રાખ્યા છે.

BCCI એ IPL ના આયોજનને લઈ પહેલાથી જ વરસાદ અને અન્ય પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને નિયમો ઘડી રાખ્યા હોય છે. જેમ કે લીગ તબક્કામાં વરસાદ વરસે તો તેના માટે અલગ નિયમો છે. તો વળી પ્લેઓફની મેચમાં પણ વરસાદ વરસવાની સ્થિતીમાં અલગ નિયમો છે અને ફાઈનલ મેચ માટે પણ વિશેષ નિયમો સાથેની તૈયારીઓ રાખવામાં આવેલી હોય છે. અગાઉ લીગ તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચમાં વરસાદ વરસવાની સ્થિતીમાં મેચ રદ થઈ હતી. બંને ટીમોને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ GT vs MI, IPL 2023, Qualifier 2: રોહિત શર્મા હારીને પણ ગિલથી પ્રભાવિત, શુભમનથી ટીમ ઈન્ડિયાને લઈ મોટી આશા બાંધી!

IPL Final માં વરસાદની સ્થિતીમાં શુ થઈ શકે

હવે તમને એમ થાય કે, ખૂબ જ પ્રયાસ બાદ મેચની ટિકિટ મેળવી હોય અને આ માટે ગુજરાતના ખૂણે ખૂણે થી કે પછી ભારતના અન્ય રાજ્ય કે વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હોય અને વરસાદ વરસી જાય તો મેચની મજા બગડી જાય. તો વળી ટીવી કે ઓનલાઈન સ્ટ્રીમીંગ વડે મેચ જોવાનુ આયોજન કર્યુ હોય અને વરસાદ વરસે તો પણ મેચની મજા બગડી જાય. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના આયોજન સાથે ખાસ વ્યવસ્થા નિયમો સાથે તૈયાર કરી રાખી છે. જે મુજબ ફાઈનલમાં વરસાદ વરસે તો પણ સિઝનની ચેમ્પિયન ટીમ માટેનુ પરિણામ સામે આવી શકે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
  • ઓવર ક્યારે કપાઈ શકેઃ આ માટે સૌથી પહેલો નિયમ એ છે કે IPL Final માં વરસાદ વરસે કે પછી હવામાન ખરાબ થાય એવી સ્થિતીમાં મેચ શરુ થવાનો વિલંબ થઈ શકે છે. આમ મોડામાં મોડા રાત્રીને 10.10 pm સુધી મેચ શરુ થઈ શકે છે તો, નિર્ધારિત ઓવરમાં ઘટાડો થતો નથી. ત્યાર બાદ શરુ થતી મેચમાં સમય સ્થિતી મુજબ ઓવર કપાઈ શકે છે. જેમાં બંને ઈનિંગ વચ્ચે બ્રેક 10 મિનિટ જ રહેશે.
  • રિઝર્વ ડેઃ IPL Final મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જે નિર્ધારિત તારીખના એક દિવસ પછીનો અનામત રાખવામાં આવેલો છે. જો રવિવારે મેચ રમાઈ શકાતી નથી,તો મંગળવારે મેચ રમાઈ શકે છે. એટલે કે 28 મેના બદલે 30 મેએ મેચ રમાઈ શકે છે.
  • રિઝર્વ ડે પર મેચ શરુ થવાનો સમયઃ જો મેચ નિર્ધારીત તારીખે નથી રમાઈ શકતી અને રિઝર્વ ડેના દિવસે રમાય છે, તો મેચનો સમય 8.00 pm નો રહેશે. રિઝર્વ ડે પર મેચ સમાપ્ત કરવા માટે વધારો સમય 120 મિનિટનો રહેશે.
  • ચાલુ મેચ રોકાવાની સ્થિતીમાં શુ થાયઃ જો મેચ નિર્ધારિત દિવસે જ રમાય છે અને ઓછામાં ઓછી એક ઓવર બાદ જેતે દિવસે પૂર્ણ ના થાય તો મેચ રિઝર્વ ડે પર સમાપ્ત થઈ શકે છે. જે મેચ જ્યાંથી અટકી હતી, ત્યાંથી જ શરુ થઈ શકે છે.
  • ટોસ થવા છતાં મેચ શરુ ના થાય તો શુ થઈ શકેઃ નિર્ધારિત દિવસે ફાઈનલ મેચ માટે ટોસ થઈ જાય અને પ્લેઈંગ ઈલેવન જાહેર થઈ ચૂકી હોય, પરંતુ મેચ શરુ ના થઈ શકે તો રિઝર્વ ડે ના દિવસે નવેસર થી ટોસ થશે. પ્લેઈંગ ઈલેવન પણ નવેસરથી પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ CKS vs GT, IPL 2023 Final : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં ચેમ્પિયન માટે મહાસંગ્રામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">