WTC Final: સ્પિનર અશ્વિને કહી મોટી વાત, જો એવુ થશે તો રમતને અલવિદા કહી દેશે, જાણો કેમ આમ કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના બોલીંગ વિભાગમાં મહત્વનું અંગ ગણાતો રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ટીમ માટે હથિયાર છે.

WTC Final: સ્પિનર અશ્વિને કહી મોટી વાત, જો એવુ થશે તો રમતને અલવિદા કહી દેશે, જાણો કેમ આમ કહ્યું
Ravichandran Ashwin
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 20, 2021 | 9:10 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના બોલીંગ વિભાગમાં મહત્વનું અંગ ગણાતો રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ટીમ માટે હથિયાર છે. જે સ્પિનર તરીકે ઉપયોગી ખેલાડી હોવા ઉપરાંત જરુરિયાતના સમયે બેટથી રન પણ નિકાળી આપે છે. તે રમતને સતત વધુ શ્રેષ્ઠ બનાવવા મથતો રહે છે. સાથે જ તે એક બાદ એક ઉપલબ્ધીઓ હાંસલ કરતો રહ્યો છે. અશ્વિને આ દરમ્યાન કહ્યું જે દિવસે શિખવાની ઈચ્છા ઓછી થશે, તે દિવસે ક્રિકેટ છોડી દેશે.

વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં ગણના કરાતો અશ્વિન પ્રતિસ્પર્ધાને હંમેશા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા સ્વરુપ માનતો આવ્યો છે. અશ્વિનનું માનવુ છે કે જે દિવસે પોતાનામાં શ્રેષ્ઠ કરવાની તેની ભૂખ ઓછી થવા લાગશે તો રમતને છોડી દેશે. અશ્વિનને હંમેશા પોતાની રમતમાં નવુ કરવા અને વધારે શોધવા પ્રયાસ કરતો રહે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અશ્વિને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઈનલ મેચ પહેલા ICCને કહ્યુ કે ટેસ્ટ ક્રિકેટની ખૂબી એ છે કે તમે હંમેશા પરફેક્ટ બનવાનું સપનુ રાખો છો. જો કે તમે ઉતકૃષ્ટતાથી પણ ખુશી હાંસલ કરી શકો છો. એટલા માટે જ હું એમ કરુ છું.

સમાધાન નથી કર્યુ

અશ્વિને કહ્યું કે રમતને લઈને તેણે કોઈ પણ બાબતથી સમાધાન નથી કર્યુ. તેણે કહ્યું મને લાગે છે કે મેં પોતાના કરિયરમાં જે કાંઈ પણ હાંસલ કર્યુ છે તે આ દૃષ્ટીને કારણે છે. મેં કોઈ પણ બાબત સાથે સમાધાન નથી કર્યુ, સતત સુધારાની શોધમાં રહુ છું. હું ફરીથી એક વાત કહેવા માંગીશ કે અલગ અલગ બાબતો પસંદ નહીં કરી શકુ અને હું કંઈક નવુ કરવા માટે ધૈર્ય નહીં રાખી શકુ અથવા સંતુષ્ટ થઈ જઈશ તો હું રમતને જારી નહી રાખી શકું.

જવાબ આપવામાં પાછળ નહીં

ચેન્નાઈના આ 34 વર્ષીય બોલરે ટેસ્ટ ક્રિકેટમાં 409 વિકેટ ઝડપી છે. તેને વિવાદોથી જોડાવવુ પસંદ નથી, જોકે છેડાઈ ગયો તો તે પોતાના પ્રદર્શનથી જવાબ આપવામાં પાછળ નથી હટતો. તેણે કહ્યું એવુ નથી કે હું વિવાદોનો આનંદ માણુ છું. જોકે મને સંઘર્ષ કરવામાં સારુ લાગે છે. એ જ કારણ છે કે હું અહીં સુધી પહોંચી શક્યો છું.

આગળ કહ્યું હતુ હું જીતનો એટલો જશ્ન નથી મનાવતો, જેટલો આદર્શ રુપથી મનાવવો જોઈએ. કારણ કે, મારા માટે જીત એક ઘટના સુધી જ છે. હું માનુ છુ કે તે યોજના અને અભ્યાસના સમાવેશથી મળે છે. હું જીત્યા બાદ પણ બેસીને વિચારુ છુ કે આનાથી પણ શ્રેષ્ઠ શું હોઈ શકે છે.

પ્રદર્શન અંગે વાતો કરવાનું પસંદ નથી

સ્પિનર અશ્વિને સ્વીકાર કર્યો હતો કે તેને પોતાના પ્રદર્શન વિશે વધારે વાત કરવી પસંદ નથી. કારણ કે, તેના માટે રમત રમવી અને સારુ પ્રદર્શન કરવુ તે તેનું કામ છે. તેણે કહ્યું ઈમાનદારીથી કહુ તો હકીકતમાં પોતાના પ્રદર્શન પર વધારે ધ્યાન નથી આપતો. સાચી વાત કહુ તો મનેએ તથ્ય પસંદ નથી કે હું કયા કારણથી ઓળખાઉ છું. ભારતમાં તમારી ખૂબ પ્રશંસા થાય છે, પરંતુ હું ફક્ત એક સામાન્ય વ્યક્તિ છુ. જે રમત રમીને શાંતિ અને ખુશી મેળવે છે.

આ પણ વાંચો: India vs New Zealand Live Score, WTC Final 2021 Day 3 : Tea Break સુધી ભારતને ન મળી સફળતા, ન્યુઝીલેન્ડ 36/0

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">