WTC Final : શુભમન ગિલને આઉટ આપનાર અમ્પાયર રિચર્ડ કેટલબ્રો કોણ છે ? 6 વર્ષમાં સમાપ્ત થઈ હતી કારકિર્દી!
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં થર્ડ અમ્પાયરિંગ કરનાર રિચર્ડ કેટલબ્રો હાલમાં વિવાદમાં છે. શુભમન ગિલની વિકેટ બાદ તેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે શુભમન ગિલની વિકેટ પર વિવાદ થયો હતો. કેમરન ગ્રીને તેનો કેચ પકડ્યો હતો. કેચ સંપૂર્ણપણે સ્પષ્ટ ન હતો પરંતુ તેમ છતાં અમ્પાયર રિચર્ડ કેટલબ્રોએ તેને આઉટ આપ્યો. તેના નિર્ણયથી ભારતીય ચાહકો નારાજ અને નિરાશ છે. ચાહકોએ કેમેરોન ગ્રીન અને અમ્પાયર રિચાર્ડ કેટલબ્રો સામે પણ મોરચો ખોલ્યો છે. રિચર્ડ કેટલબ્રો સતત ટ્રોલ થઈ રહ્યા છે. ઘણા ચાહકો તેને તેની આંખોની સારવાર કરવાની સલાહ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રિચર્ડ કેટલબ્રો હંમેશા ICC ટૂર્નામેન્ટની નોક આઉટ મેચોમાં ભારત માટે હાર લઈને આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની નોક આઉટ મેચોમાં જ્યારે પણ રિચર્ડ કેટલબ્રો અમ્પાયર હતા, ત્યારે ટીમ ઈન્ડિયાને હારથી ઓછું કંઈ મળ્યું નથી. તેણે ભારતની નોક આઉટ મેચોમાં એક કે બે નહીં પરંતુ પાંચ વખત અમ્પાયરિંગ કર્યું અને હંમેશા ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે.
Richard kettleborough showed his class yet again… As always… A hand folded request… Please keep him away from India matches in future 🙏🏻 pic.twitter.com/1jyqwCDWge
— Xtreme Guy (@MachinesXtreme) June 10, 2023
કેટલબ્રો ભારત માટે Unlucky છે
2014 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રિચર્ડ કેટલબ્રો અમ્પાયર હતા અને ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે મેચ હારી ગઈ હતી. વર્ષ 2015માં ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાયા હતા. ત્યાં પણ અમ્પાયરિંગ કેટલબ્રો પાસે હતું અને ટીમ ઈન્ડિયા ફરી હારી ગઈ. 2016 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ, 2017 ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં આવું જ બન્યું હતું. ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ હારી ગઈ હતી. હવે કેટલબ્રો 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ત્રીજા અમ્પાયર છે અને તેના એક નિર્ણયથી ટીમ ઇન્ડિયાને ઘણું નુકસાન થયું છે.
કેટલબ્રોની કારકિર્દી 6 વર્ષમાં થઈ સમાપ્ત
રિચર્ડ કેટલબ્રો ઈંગ્લેન્ડનો છે અને તે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટ રમી ચૂક્યો છે. રિચર્ડ ટોપ ઓર્ડર બેટ્સમેન હતો અને યોર્કશાયર, મિડલસેક્સ માટે ક્રિકેટ રમ્યો હતો. રિચાર્ડ કેટલબ્રોની કારકિર્દી 1999માં શરૂ થઈ અને 2000માં સમાપ્ત થઈ ગઈ હતી. તેની 6 વર્ષની કારકિર્દીમાં કેટલબ્રોએ 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં માત્ર 25.16ની સરેરાશથી 1258 રન બનાવ્યા હતા અને લિસ્ટ Aમાં તે 21 મેચમાં માત્ર 290 રન જ બનાવી શક્યો હતો.
Richard Kettleborough has taken the charge against India once again.
Shubman Gill was clearly not out pic.twitter.com/WzYdqEt3SJ
— Kunal (@crichunter_) June 10, 2023
આ પણ વાંચોઃ WTC Final : શાર્દુલ ઠાકુર બાદ મોહમ્મદ શમીએ ઓવલની પિચ પર ઉઠાવ્યા સવાલ
કેટલબ્રો ખૂબ જ અનુભવી અમ્પાયર
તમને જણાવી દઈએ કે રિચર્ડ કેટલબ્રો ખૂબ જ અનુભવી અમ્પાયર છે. રિચર્ડે અત્યાર સુધી 109 ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. આ સાથે તેણે 145 ODI અને 51 T20 મેચમાં અમ્પાયરિંગ પણ કર્યું છે. તેને મહિલા ક્રિકેટમાં ODI અને T20માં પણ અમ્પાયરિંગનો અનુભવ છે.