West Indies, World Cup 2023: વેસ્ટ ઈન્ડિઝ લાગી શકે છે મોટો ઝટકો, ભારતમાં રમાનારા વિશ્વકપથી થઈ શકે છે બહાર!

West Indies Cricket Team: ઓક્ટોબર માસમાં ભારતમાં આગામી વનડે વિશ્વકપ (World Cup 2023) રમનારો છે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વનડે વિશ્વકપમાં રમવા માટે ઝિમ્બાબ્વેમાં હાલમાં દમ લગાવી રહી છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ માટે વિશ્વકપ ટિકિટ મેળવવી મુશ્કેલ છે.

West Indies, World Cup 2023: વેસ્ટ ઈન્ડિઝ લાગી શકે છે મોટો ઝટકો, ભારતમાં રમાનારા વિશ્વકપથી થઈ શકે છે બહાર!
World Cup 2023 નુ સપનુ વેસ્ટ ઈન્ડિઝને ક્વોલિફાયર તબક્કામાં જ અધૂરુ રહેશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 3:02 PM

હાલમાં વનડે વિશ્વકપ ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. ક્વોલિફાયર મેચ ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે. જ્યાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમો ભારતમાં રમાનારા આગામી ICC ODI World Cup 2023 માં રમવાની ટિકિટ મેળવવા દમ લગાવી રહ્યા છે. 2 વાર વિશ્વ ચેમ્પિયન રહેલ વેસ્ટ ઈન્ડિઝ ટીમ ક્વોલિફાયર તબક્કામાં જ બહાર થઈ જાય એવો ખતરો તોળાઈ રહ્યો છે. બે વાર વિશ્વ ચેમ્પિયનને વિશ્વ કપમાં રમવા માટે ક્વોલિફાયર મેચમાં રમવા પહોંચવુ પડે એ જ સૌથી શરમજનક બાબત છે, ત્યાં હવે બહાર ફેંકાઈ જાય તો આનાથી વધારે ખરાબ કોઈ પૂર્વ ચેમ્પિયન ટીમ માટે શુ હોઈ શકે?

જોકે વેસ્ટ ઈન્ડિઝને વિશ્વ કપની ટિકિટ નસીબ થશે કે કેમ એતો આગામી 10 દિવસમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના કોચ કાર્લ હૂપરને પહેલા જ કંઈક અલગ મહેસૂસ થઈ રહ્યુ હતુ. તેઓએ ક્વોલિફાયર રમવા માટે પહોંચવાને લઈ કહ્યુ હતુ કે, આનાથી વધારે ખરાબ શુ હોય? હવે કોચનો ડર છે એ સાચો ઠરવા રુપ લાગી રહ્યો છે.

વિશ્વકપથી બહાર થવાનો ખતરો!

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાયર મેચ દરમિયાન ઝિમ્બાબ્વે સામે હારી હતી. બાદમાં નેધર લેન્ડ સામે હાર થઈ હતી. આમ બંને હાર વેસ્ટ ઈન્ડિઝ માટે મુશ્કેલીઓ સર્જી રહી છે. નેધરલેન્ડની સામે હારીને વેસ્ટ ઈન્ડિઝ સુપર સિક્સમાં તો પહોંચી શક્યુ છે પરંતુ ખરી મુસીબત હવે સામે આવી રહી છે. વેસ્ટ ઈન્ડિઝના ખાતામાં પોઈન્ટ્સ ઝીરો છે. કારણ કે પોતાના ગ્રુપમાંથી સુપર સિક્સમાં પહોંચનારી બાકીની બંને ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝ હાર્યુ હતુ.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

હવે અંકોનુ ગણિત જોવામાં આવેતો સમજી શકાશે કે વેસ્ટ ઈન્ડિઝને ભય ક્યાં તોળાઈ રહ્યુ છે. વેસ્ટ ઈન્ડિઝે સુપર સિક્સમાં શ્રીલંકા, ઓમાન અને સ્કોટલેન્ડને હરાવવુ જરુરી બન્યુ છે. આ ત્રણેય સામે જીત મેળવવા છતાં સુપર સિક્સમાં વેસ્ટ ઈન્ડિઝના પોઈન્ટ 6 થઈ શકે છે. જ્યારે ઝિમ્બાબ્વે 4 પોઈન્ટ્સ સાથે સુપર સિક્સમાં પ્રવેશ કર્યો છે. ઝિમ્બાબ્વે જો ત્રણમાંથી 2 મેચ જીતે તો સીધુ ક્વોલિફાયર ફાઈનલમાં પહોંચી જશે. તો વેસ્ટ ઈન્ડિઝ આ સાથે જ બહાર ફેંકાઈ જશે.

2 ટિકિટ માટે 10 ટીમો વચ્ચે ટક્કર

ક્વોલિફાયરમાં રમનારી 10 પૈકી 2 ટીમોને જ વનડે વિશ્વકપમાં રમવા મળી શકે છે. આ બે ટીમ માટે થઈને 10 ટીમો વચ્ચે જંગ જામ્યો હતો અને જેમાંથી 6 ટીમો સુપર સિક્સમાં પહોંચી છે. જે 6 માંથી 2 ટીમો ફાઈનલમાં પહોંચશે. વેસ્ટ ઈન્ડિઝ માટે ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ મુશ્કેલીઓ સર્જી રહ્યુ છે અને હવે અગાઉ T20 World Cup 2022 માંથી બહાર થયા બાદ હવે વનડે વિશ્વકપથી બહાર થવાનો ખતરો તોળાયો છે.

આ પણ વાંચોઃ West Indies vs Netherlands: Super Over માં રચાયો વિશ્વ વિક્રમ, લોગાન વેન બીકે રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">