West Indies vs Netherlands: Super Over માં રચાયો વિશ્વ વિક્રમ, લોગાન વેન બીકે રચ્યો ઈતિહાસ
Super Over in ODI World Cup Qualifier: નેધરલેન્ડને જીતવા માટે અંતિમ બોલ પર 1 રનની જરુર હતી. અંતિમ બોલ પર અલ્ઝારી જોસેફે વિકેટ ઝડપી હતી અને મેચ Super Over માં પહોંચી હતી.
વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ વનડે વિશ્વકપની ટિકિટ મેળવવા માટે દમ લગાવી રહી છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ માટે ક્વોલિફાયર મેચમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. સોમવારે નેધરલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝની હાર થઈ હતી. જોકે આ હાર સુપર ઓવરમાં હતી. વેસ્ટ ઈન્ડિઝનુ કમનસિબ એ હતુ કે, મેચના અંતિમ બોલ પર વિકેટ ઝડપીને હારથી બચવા બાદ સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝિમ્બાબ્વેમાં રમાયેલ વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હાઈસ્કોરીંગ હતી આમ છતાં કેરેબિયનો માટે જીતનુ સપનુ પુરુ થઈ શક્યુ નહોતુ. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 375 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. રોમાંચક મેચ અંતમાં સુપર ઓવરમા પહોંચી હતી. અંતિમ ઓવરના અંતિમ બોલ પર કેરેબિયન બોલર અલ્ઝારી જોસેફે વિકેટ મેળવી હતી. આ વિકેટ સાથે જ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.
સુપર ઓવરમાં રચાયો ઈતિહાસ
નેધરલેન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 30 રન નોંધાવ્યા હતા. નેધરલેન્ડના અનુભવી ઓલરાઉન્ડર લોગાન વેન બીક સ્ટ્રાઈક માટે સુપર ઓવરમાં ઉતર્યો હતો. જેણે તમામ 6 બોલ રમીને 30 રન નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સુપર ઓવરમાં બોલિંગ કરવા માટે જેસન હોલ્ડર આવ્યો હતો. જેની સામે અનુભવી ઓલરાઉન્ડરે 30 રન નોંધાવીને વિશ્વ વિક્રમ રચી દીધો હતો.
આ અગાઉ ક્યારેય સુપર ઓવરમાં 25 કે તેથી વધારે રન નોંધાયા.T20 હોય કે વનડે મેચ પરંતુ ક્યારેય આટલા રન નોંધાયા નથી. જે કામ નેધરલેન્ડના બેટરે જેસન હોલ્ડર સામે કરી દેખાડ્યુ હતુ. સુપર ઓવરમાં લોગાન વેન બીકે પ્રથમ બોલ 4, બીજા બોલ પર 6. ત્રીજા બોલ પર ફરી 4 રન અને ચોથા અને પાંચમાં બોલ પર બેક ટુ બેક બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
Logan van Beek has just smashed 30 off a Jason Holder super overpic.twitter.com/4vuUjCgS8X
— Ben Gardner (@Ben_Wisden) June 26, 2023
પુરા 6 બોલ પર ના રમી શક્યા કેરેબિયન
જીત માટે વેસ્ટ ઈન્ડિઝની સામે લક્ષ્ય 31 રન હતુ અને જે માટે પ્રથમ બોલથી જ આક્રમક અંદાજ કેરેબિયન બેટરોએ દર્શાવવો જરુરી હતી. જોકે આ વખતે પણ લોગાન વેન બીકે ફરી ધમાલ મચાવી દીધી હતી. તેણે બોલિંગની જવાબદારી નિભાવતા વેસ્ટ ઈન્ડિઝને માત્ર 8 રન આપ્યા હતા અને બંને વિકેટ સુપર ઓવરમાં ઝડપી લીધી હતી. આમ એક બોલ બાકી રહેતા જ વેસ્ટ ઈન્ડિઝ હારી ગયુ હતુ.
લોગાન વેન બીકે રેકોર્ડ નોંધાવ્યો
નેધર લેન્ડનો અનુભવી ઓલરાઉન્ડર લોગાન વેન બીકે બોલિંગ અને બેટિંગ બંનેમાં સુપર ઓવર દરમિયાન ધમાલ મચાવી હતી. તેણે પહેલા બેટિંગ કરતા 30 રન એક જ ઓવરમાં નોંધાવ્યા. આમ કરનારો તે પ્રથમ બેટર છે. તમામ છ બોલ રમવા ઉપરાંત બોલિંગ કરવા દરમિયાન તેણે બંને વિકેટ પણ હાંસલ કરી હતી. આમ સુપર ઓવરનો હિરો બન્યો હતો.