Team India Schedule Challenges: ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ કેમ પડકારોથી ભરેલું છે? 4 કારણોથી સમસ્યાને સમજો

World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમે તેની 9 લીગ મેચ 9 અલગ-અલગ શહેરોમાં રમવાની છે. ટીમ પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે.

Team India Schedule Challenges: ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ કેમ પડકારોથી ભરેલું છે? 4 કારણોથી સમસ્યાને સમજો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:21 AM

ફરી એક વખત મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત પરત ફરી રહી છે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. મતલબ કે ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમ પર 140 કરોડ લોકોની અપેક્ષાઓનું દબાણ રહેશે. દસ વર્ષ સુધી કોઈપણ ખિતાબની રાહ જોવી, 12 વર્ષ સુધી વર્લ્ડ ચેમ્પિયન બનવાની રાહ આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ માટે એક મોટા પડકાર સમાન હશે. આ પડકારને વધુ જટિલ બનાવવા માટે ભારતીય ટીમનું શિડ્યુલ છે, જે મુશ્કેલી બની શકે છે.

આઈસીસી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 27 જૂનના રોજ વર્લ્ડકપનું શેડ્યુલ રિલીઝ કર્યું છે, ટૂર્નામેન્ટના આયોજન માટે 10 શહેરોની પસંદગી કરવામાં આવી છે. આ 10 ટીમને આ વર્લ્ડકપમાં દરેક ટીમને લીગ સ્ટેજમાં 9-9 મેચ રમવાની છે. હવે યજમાન ટીમ હોવાથી વેન્યુ પર ભારતીય ટીમને ટ્રોફી સાથે જોવી લોકોની આશા છે. આ માટે ભારતીય ટીમે 9 મેચને 9 અલગ-અલગ વેન્યુ પર રમવાનું રહેશે અને આ ટીમ માટે પડકારજનક બની શકે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ થયો જો રૂટ, એલન બોર્ડરને પાછળ છોડ્યા

34 દિવસમાં 8400 કિલોમીટરની સફર

એક અનુમાન મુજબ ભારતીય ટીમ 8 ઓક્ટોબરના રોજ પ્રથમ લીગ મેચને લઈ 11 નવેમ્બરના રોજ છેલ્લી લીગ મેચ સુધી 34 દિવસમાં અંદાજે 8400 કિલોમીટરની સફર નક્કી કરશે. જે અન્ય ટીમોમાંથી સૌથી વધુ સફર છે. એક ટૂર્નામેન્ટ દરમિયાન આટલી લાંબી મુસાફરી ખેલાડીઓ માટે પડકારજનક રહેશે. પછી ભલે તે બિઝનેસ ક્લાસની આરામદાયક સફર કેમ ન હોય.

(source Twitter BCCI)

સવાલ એ છે કે, આટલો મોટો પડકાર કેમ છે. જેનું એક કારણ છે ટૂર્નામેન્ટની સાઈઝ છે આ કોઈ ટી20 ટૂર્નામેન્ટ નથી. જ્યાં 4-5 કલાકમાં મેચ પુરી થઈ જશે. આ 50-50 ઓવરની મેચવાળો વર્લ્ડકપ છે. એટલે કે, અંદાજે 9 કલાક ખેલાડીઓ મેદાન પર રહેશે. આ સિવાય હોટલથી મેદાન સુધી આવવા અને પરત જવું ખુબ થકાવનારું શેડ્યુલ હશે.

મેચની વચ્ચે ઓછા બ્રેક

આ પણ પડકારજનક છે કારણ કે ટીમ ઈન્ડિયાને તેની મોટાભાગની મેચો વચ્ચે માત્ર 2 કે 3 દિવસનો જ ગેપ મળશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની મેચો વચ્ચે માત્ર 6 દિવસનું મહત્તમ અંતર છે. આવી સ્થિતિમાં, મેચ પછી, ગ્રાઉન્ડથી હોટેલ સુધી એક સ્થળથી બીજા સ્થળે જવા માટે ઘણો સમય લાગશે અને ખેલાડીઓને સંપૂર્ણ સ્વસ્થ થવાનો સમય નહીં મળે.

પ્રેક્ટિસનો નહિ મળે સમય

હવે ટીમ જ્યારે મેચની વચ્ચે સમય ઓછો મળશે અને તે સમયમાં ખેલાડી ખુદ થાકથી બચવા માટે અને રિકવર થવા માટે આરામ પર ધ્યાન આપશે. તો પ્રેક્ટિસનો સમય ઓછો મળશે. એવામાં ભારતીય ટીમની તૈયારીઓ પર અસર પડી શકે છે, અહિ એ ધ્યાન આપવું જરુરી છે કે, માત્ર શારિરીક થાક નહિ પરંતુ સતત રમત રમવી, પ્રદર્શનનો દબાવ અને આટલા ટ્રાવેલિંગથી માનસિક થાક પણ લાગશે.

અલગ શહેર, અલગ હવામાન

માત્ર આટલું જ નહિ ભારતીય ટીમને ઉત્તરમાં ધર્મશાલાથી પશ્મિમમાં અમદાવાદ, દક્ષિણમાં ચેન્નાઈ અને પૂર્વમાં કોલક્તા સુધી સમગ્ર ભારતની યાત્રા કરવાની છે. ઓકટોબર-નવેબરનો મહિનો એવો છે જ્યાં આ તમામ જગ્યાઓ પર હવામાન અલગ અલગ હશે. ક્યાં ગરમી તો ક્યાંય ઠંડી અને અમુક સ્થળો પર વરસાદ પણ જોવા મળશે. ત્યારે ખેલાડીઓને મેદાન સિવાય હવામાનની પરિસ્થિતિ મુજબ શરીર ફિટ રાખવા ધ્યાન આપવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">