World Cup 2023: અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપ્યો સંકેત, બાબરનું વધ્યુ ટેન્શન
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત બ્રિગેડે બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે અને બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાની આગામી મેચ 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. જે પહેલા ભારતની જીતે પાકિસ્તાનની ચિંતા વધારી છે.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની પ્રથમ બે મેચ જીતી ટીમ ઈન્ડિયાએ સાબિત કરી બતાવ્યું કે કેમ ભારત વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું, ત્યારબાદ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) ને 8 વિકેટે હરાવ્યું હતું.
આ બંને મેચમાં જીતના હીરો અલગ-અલગ
પ્રથમ મેચમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા જ્યારે બીજી મેચમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ મેચના હીરો રહ્યા હતા. આ સિવાય શુભમનની ગેરહાજરીમાં રોહિત સાથે ઓપનર તરીકે ઈશાનની સારી ઈનિંગના કારણે પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ટોપ ઓર્ડર બેટિંગની સમસ્યાનું પણ નિરાકરણ આવ્યું હતું.
Captain Rohit Sharma is adjudged the Player of the Match for his scintillating record-breaking century in the chase #TeamIndia register a compelling 8⃣-wicket victory over Afghanistan
Scorecard ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/tlTLOk2xrF
— BCCI (@BCCI) October 11, 2023
પાકિસ્તાન સામે મુકાબલા પહેલા ખેલાડીઓ સારા ફોર્મમાં
અમદાવાદમાં 14 નવેમ્બરે પાકિસ્તાન સામે યોજાનાર મહા મુકાબલા પહેલા ટીમના બધા ખેલાડીઓ લયમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સ્ટાર અને અનુભવી ખેલાડીઓની મોટી અને મેચ વિનિંગ ઈનિંગ તથા ફાસ્ટ અને સ્પિન બંને બોલિંગ ડીપાર્ટમેન્ટમાં ટીમનું બેલેન્સ ભારતને પાકિસ્તાન સામે વધુ એક જીત માટે માનસિક રીતે જરૂર તૈયાર કરશે.
ભારતની જીત પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી
દિલ્હીમાં બુધવારે રોહિતની 131 રનની તોફાની ઈનિંગના સહારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. નેટ રન રેટમાં સુધારા સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી છે. દિલ્હીની જીતથી ટીમ ઈન્ડિયામાં ખુશીની લહેર ફેલાઈ છે, તો બીજી તરફ ભારતની આ જીત પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી સમાન છે. આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે 14 ઓક્ટોબરે યોજાનારી મેચ પહેલા પાકિસ્તાનને સંકેત આપી દીધો છે કે અમદાવાદમાં મેચ ટક્કરની રહેશે.
1⃣0⃣ Overs 3⃣9⃣ Runs 4⃣ Wickets
How good was that bowling display from Jasprit Bumrah!
Scorecard ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/XE5AQAy1AW
— BCCI (@BCCI) October 11, 2023
આ પણ વાંચો : World Cup Video : વિરાટ કોહલી અને નવીન ઉલ હક ફરી આવ્યા સામસામે, હાઈવોલ્ટેજ મેચના વીડિયો થયા વાયરલ
ભારતે બાબર આઝમની ચિંતા વધારી
રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને કેએલ રાહુલ ટોપ ઓર્ડરમાં સારા ફોર્મમાં આવી ગયા છે. આ સિવાય ગિલ પણ સાજો થઈ રહ્યો છે અને સૂર્યાને તક મળતા જ તે રન બનાવવા તૈયાર છે. આ સિવાય બૂમરાહ અને સિરાજની ફાસ્ટ બોલિંગ સાથે અશ્વિન, જાડેજા અને કુલદીપની સ્પિન બોલિંગ વર્લ્ડ કપમાં કોઈ પણ બેટિંગ યુનિટને તોડવા સક્ષમ છે. અનુભવી બોલર શમી પણ તક મળતા જ વિકેટો લેવા તૈયાર છે. સાથે જ હાર્દિક અને શાર્દૂલનું બેટિંગ-બોલિંગ બંનેમાં યોગદાન ટીમને વધુ ધારદાર બનાવે છે. એવામાં મજબૂત ભારતીય ટીમના ફોર્મને જોઈ પાકિસ્તાની કપ્તાનની ચિંતામાં ચોક્કસથી વધારો થશે.