Word Test Championship: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ને લઈને મોટુ અપડેટ, આ સ્થળ પર રમાશે ફાઈનલ મેચ!

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની પ્રથમ ફાઈનલ ગયા વર્ષે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાઈ હતી, જેમાં કીવી ટીમનો વિજય થયો હતો.

Word Test Championship: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ને લઈને મોટુ અપડેટ, આ સ્થળ પર રમાશે ફાઈનલ મેચ!
Lord's Cricket Ground માં રમાઈ શકે છે ફાઈનલ મેચ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 8:28 AM

ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ (New Zealand) હાલમાં પોતાના ખિતાબને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવીને પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) નું ટાઇટલ જીત્યું હતું. હવે ટેસ્ટ ચેમ્પિયનશિપનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ન્યૂઝીલેન્ડ ની સ્થિતિ અત્યારે સારી નથી. પોઈન્ટ ટેબલમાં ટીમ ખૂબ નીચે છે. શું તે આવતા વર્ષે ફાઇનલમાં રમી શકશે? આ એક મોટો પ્રશ્ન છે, જેનો જવાબ આગામી થોડા મહિનામાં જ મળશે. પરંતુ એક વધુ પ્રશ્ન છે, જેનો જવાબ મળી રહ્યો છે – ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final) ની ફાઈનલ ક્યાં રમાશે?

WTC Final લોર્ડ્સમાં યોજાશે!

એવું લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે ગયા વર્ષે લોર્ડ્સમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની યજમાનીનું સપનું પૂરું કરવાના મૂડમાં છે. એક ક્રિકેટ વેબસાઈટના અહેવાલ મુજબ, ICC 2023ની ફાઈનલનું આયોજન લોર્ડ્સમાં જ કરવા માંગે છે અને તેને આવતા મહિને યોજાનારી ICC કાર્યકારી સમિતિની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગયા વર્ષે સાઉથેમ્પટનમાં રમાઈ હતી, જે મૂળ તો લોર્ડ્સમાં જ રમવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંજોગો બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આઈસીસી પ્રમુખ ગ્રેગ બાર્કલેએ આ તરફના સંકેત આપ્યા છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે બીબીસીની ટેસ્ટ મેચ સ્પેશિયલ સાથેની વાતચીતમાં બાર્કલેએ આ વિશે જણાવ્યું. બાર્કલેએ કહ્યું, મને લાગે છે કે તે લોર્ડ્ઝ માટે નક્કી છે, તે ઈરાદો હંમેશા રહ્યો હતો. તે જૂનમાં છે, તેથી ઘણા સ્થળો આપોઆપ બહાર થઈ જાય છે અને અમારે સુનિશ્વિત કરવુ પડશે કે તે ક્યાં યોજાશે. આપણે હવે કોવિડમાંથી બહાર આવી ગયા છીએ અને તમામ વ્યવસ્થા પૂર્ણ થયા બાદ અને તૈયાર સ્થિતિમાં જ લોર્ડ્સમાં આયોજન કરવાનો ઈરાદો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અગાઉ સ્થળ બદલવું પડ્યું હતુ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું બીજું ચક્ર 2021 માં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થયું હતું. તે એપ્રિલ-મે 2023 સુધીમાં સમાપ્ત થશે. ત્યાર બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. ગત વખતે આ ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં ટકરાયા હતા, જ્યાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી. જો કે, અગાઉ આ ફાઈનલ ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમવાની હતી, પરંતુ કોરોના સંબંધિત સમસ્યાઓના કારણે તેને સાઉથમ્પટનમાં શિફ્ટ કરવી પડી હતી. સાઉથમ્પટનમાં સ્ટેડિયમ તેની પોતાની હોટલ હોવાને કારણે અહીં ફાઈનલ રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">