ENG vs NZ, 1st Test: બ્લન્ડેલ અને મિશેલ ઈંગ્લેંડ પર ભારે પડ્યા, લોર્ડઝમાં ન્યુઝીલેન્ડને મજબૂત સ્થિતીમાં પહોંચાડ્યુ
England vs New Zealand Lord's Test: પહેલા ચાર સેશનોમાં આ કુલ 23 વિકેટ પડી ગઈ હતી, પરંતુ પછીના બે સેશનમાં 198 રન બન્યા અને માત્ર 1 જ વિકેટ પડી હતી.
ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test) માં આખરે બોલરોની ધમાલનો અંત આવ્યો અને સારી બેટિંગનો નજારો જોવા મળ્યો. જો કે, તે યજમાન ઈંગ્લેન્ડ અને તેના પ્રશંસકો માટે આપત્તિથી ઓછું ન હતું. કારણ કે ન્યુઝીલેન્ડના બે બેટ્સમેનો, જેમને ટેસ્ટ ક્રિકેટમાં વધુ અનુભવ નથી, તેઓએ સારી બેટિંગ કરી અને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડેરીલ મિશેલ (અણનમ 97) અને ટોમ બ્લંડેલ (અણનમ 90) એ પ્રથમ ચાર સેશનમાં 23 વિકેટો પડી ગયા બાદ અંતે ન્યુઝીલેન્ડને બીજા દાવમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું. બીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે માત્ર 4 વિકેટ ગુમાવીને 236 રન બનાવી લીધા હતા અને હવે તેમની પાસે 227 રનની લીડ છે.
મેચના બીજા દિવસે, શુક્રવાર, 3 જૂને, પહેલા જ સેશનમાં, ન્યુઝીલેન્ડની બેટિંગ બીજી વખત ફરી આવી. ઇંગ્લેન્ડ માત્ર 141 રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડ માત્ર 9 રન પાછળ હતું. જોકે, પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડે માત્ર 56 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ટેસ્ટમાં પદાર્પણ કરી રહેલા ઈંગ્લેન્ડના ઝડપી બોલર મેથ્યુ પોટ્સે બીજી ઈનિંગમાં પણ પોતાની ધમાલને ચાલુ રાખી હતી. તેણે બીજી ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડની ચારમાંથી બે વિકેટ પણ લીધી હતી, જેમાં કિવિ કેપ્ટન કેન વિલિયમસન ની વિકેટ પણ સામેલ હતી. પોટ્સે પ્રથમ દાવમાં પણ વિલિયમસનને આઉટ કર્યો હતો.
બ્લંડેલ-મિશેલે બેટિંગના પાઠ ભણાવ્યા
આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ પર ફરીથી નાના સ્કોર પર આઉટ થવાનો ખતરો હતો, પરંતુ અહીંથી મિશેલ અને ટોમ બ્લંડેલે સાથે મળીને ટીમને વધુ ઝટકો ટીમને લાગવા ન દીધો હતો. બંનેએ લંચ સુધી ટીમને 128ના સ્કોર સુધી પહોંચાડી હતી. આ સેશનમાં માત્ર ડેવોન કોનવેની વિકેટ પડી, જેને સ્ટુઅર્ટ બ્રોડે આઉટ કર્યો. ત્રીજા સેશનમાં આ બંને બેટ્સમેનોએ સંપૂર્ણ રીતે ધૂમ મચાવી દીધી અને ઈંગ્લેન્ડના દરેક દાવને નિષ્ફળ બનાવી દીધી.
આ દરમિયાન બ્લન્ડેલે પ્રથમ અડધી સદી પૂરી કરી, જે આ મેચમાં બંને ટીમો માટે પ્રથમ અર્ધસદી હતી. 18મી ટેસ્ટમાં આ તેની પાંચમી અડધી સદી હતી. ત્યારબાદ ટૂંક સમયમાં જ મિશેલે તેની ચોથી ટેસ્ટ અડધી સદી પણ પૂરી કરી. બંનેએ સરળતાથી રન બનાવ્યા અને દિવસના અંત સુધીમાં સદીની નજીક પહોંચી ગયા. બંનેએ પાંચમી વિકેટ માટે 180 રનની અણનમ ભાગીદારી કરી છે અને હવે તેઓ ત્રીજા દિવસે પોતાની સદી પૂરી કરવા જશે. કારણ કે બીજા દીવસની રમતના અંતે મિશેલ 97 રન અને બલન્ડેલ 90 રન કરીને રમતમાં છે. આમ બંને હવે સદીની નજીક છે.
New Zealand changed the script completely after putting up a dominant show with the bat 🙌#WTC23 | #ENGvNZ | Report 👇https://t.co/eTPmJPqugB
— ICC (@ICC) June 3, 2022
ઈંગ્લેન્ડને માત્ર 9 રનની લીડ મળી હતી
આ પહેલા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડની ઈનિંગથી થઈ હતી અને પ્રથમ સત્રની 7 ઓવરની અંદર ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં માત્ર 141 રનમાં સમેટાઈ ગયું હતું. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં માત્ર 9 રનની લીડ મેળવી શક્યું હતું. ઇંગ્લેન્ડે સવારે સાત વિકેટે 116 રનથી શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ છેલ્લી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ટિમ સાઉથીએ બે અને ટ્રેન્ટ બોલ્ટે છેલ્લી વિકેટ લીધી હતી. ઇનિંગમાં સાઉદીએ 55 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે બોલ્ટે 21 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.