AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Women’s T20 World Cup : 10 ટીમો 17 દિવસમાં 23 મેચ રમશે, જાણો મહિલા T20 વર્લ્ડ કપની તમામ વાતો વિશે

આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ મેદાનોમાં યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે.

ICC Women’s T20 World Cup : 10 ટીમો 17 દિવસમાં 23 મેચ રમશે, જાણો મહિલા T20 વર્લ્ડ કપની તમામ વાતો વિશે
જાણો મહિલા T20 વર્લ્ડ કપની તમામ વાતો વિશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 1:37 PM
Share

આઠમો મહિલા T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થવા જઈ રહ્યો છે. 17 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. આ દરમિયાન કુલ 23 મેચો રમાશે. ભારતની નજર પ્રથમ વખત ટાઈટલ જીતવા પર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2020માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અહિ વર્લ્ડ કપ વિશે તમામ વાતો જાણો

મહિલા T20 વર્લ્ડ કપ ક્યારે અને કેટલો સમય રમાશે?

મહિલા T20 વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાશે.

આ વખતે કઈ ટીમો રમશે?

ટૂર્નામેન્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકા ઉપરાંત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમો ભાગ લેશે.

10 ટીમો ટૂર્નામેન્ટમાં કેવી રીતે પહોંચી?

યજમાન હોવાના કારણે દક્ષિણ આફ્રિકાએ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું હતું. તે પછી, 30 નવેમ્બર 2021 સુધી ICC રેન્કિંગમાં, ટોચની સાત ટીમોને સ્થાન મળ્યું. આ પછી, 37 ટીમોએ બે સ્થાનો માટે સ્પર્ધા કરી. બાંગ્લાદેશ અને આયર્લેન્ડે ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં મેચ ક્યાં યોજાશે?

આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ મેદાનો દ્વારા યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે.

ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્યારે અને કોની વચ્ચે થશે?

મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 10 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે.

ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં થશે?

ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

10 ટીમોને કેટલા ભાગોમાં વહેંચવામાં આવી હતી?

ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ગ્રુપ-એમાં દક્ષિણ આફ્રિકાની સાથે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ

ગ્રુપ-બીમાં ભારતની સાથે ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ છે.

ભારત સામેની મેચો ક્યારે રમાશે?

ભારત 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ આ જ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાશે. પોર્ટ એલિઝાબેથમાં અનુક્રમે 18 અને 20 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે મેચ રમાશે.

ટૂર્નામેન્ટમાં દરેક વખતે ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે?

વર્ષ યજમાન ભારતનું પ્રદર્શન
2009 ઈંગ્લેન્ડ
સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું
2010 વેસ્ટ ઈન્ડિઝ
સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું
2012 શ્રીલંકા
ગ્રુપ સ્ટેજમાંથી બહાર
2014 બાંગ્લાદેશ
ગ્રુ્પ સ્ટેજમાંથી બહાર
2016 ભારત
ગ્રુ્પ સ્ટેજમાંથી બહાર
2018 વેસ્ટ ઈન્ડિઝ
સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું
2020 ઓસ્ટ્રેલિયા
ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું

કઈ ટીમો અત્યાર સુધી ચેમ્પિયન બની છે?

ઓસ્ટ્રેલિયા પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. તેણે 2010, 2012, 2014, 2018 અને 2020માં ટાઇટલ કબજે કર્યું હતું. ઈંગ્લેન્ડ 2009માં અને વેસ્ટ ઈન્ડિઝ 2016માં ચેમ્પિયન બન્યું હતું.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">