T-20 મહિલા વર્લ્ડ કપની રોમાંચક મેચ વચ્ચે ભારતમાં હાલમાં મહિલા પ્રીમિયર લીગને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન શરુ થશે. પણ તે પહેલા આજે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે હરાજી યોજાઈ છે. ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ કંપનીએ પણ મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે બોલી લગાવી હતી.
ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ કંપનીએ 912.99 કરોડની બોલી લગાવીને મુંબઈ ઈન્ડિયન્સ મહિલાની ટીમ ખરીદી છે. ચાલો જાણીએ કે હરાજી દરમિયાન ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ કંપનીએ પોતાની ટીમ માટે કયાં મહિલા ખેલાડીઓ પર બોલી લગાવી છે.
બેટર : હરમનપ્રીત કૌર (1.8 કરોડ), યસ્તિકા ભાટિયા (1.5 કરોડ),ધારા ગજજર (10 લાખ)
બોલર :
ઓલરાઉન્ડર : તનાલી સાઈવર (3.20 કરોડ), એમિલયા કેર (1 કરોડ), પૂજા વસ્ત્રકર (1.90 કરોડ), હીથર ગ્રેહામ (30 લાખ), ઇસાબેલ વોંગ (30 લાખ), અમનજોત કૌર( 50 લાખ), સાયકા ઈશાક (10 લાખ), હેલી મૈથ્યૂઝ (40 લાખ), ક્લો ટ્રયોન (30 લાખ), હુમાયરા કાઝી (10 લાખ)
કોચિંગ સ્ટાફ: ઝુલન ગોસ્વામી ટીમ મેન્ટર અને બોલિંગ કોચની બેવડી ભૂમિકા નિભાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઓલરાઉન્ડર દેવીકા પાલશીકર બેટિંગ કોચ હશે ,જ્યારે તૃપ્તિ ચાંદગડકર ભટ્ટાચાર્ય ટીમ મેનેજર હશે.
#AaliRe 💙
Walk with us for the beginning of the #WPLAuction as Indian women’s sports gets ready for a giant leap 🤩💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/jkvnlBdpRj
— Mumbai Indians (@mipaltan) February 13, 2023
Inaugural Women’s Premier League auction#WIPL2023 #WIPLAuction #WIPL #TV9News pic.twitter.com/4B2PxoR1jY
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2023
🚨 NEWS 🚨: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details 🔽 https://t.co/dHfgKymMPN
— Women’s Premier League (WPL) (@wplt20) February 7, 2023
Mumbai 📍 gearing up for the #WPLAuction 🔨
LET’S DO THIS 💪 pic.twitter.com/ISfKwlGiYj
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
Auction Briefing ✅
Over to the Big Day tomorrow ⌛️#WPLAuction pic.twitter.com/g5MLic83mc
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
WPLની હરાજીમાં કુલ 448 મહિલા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓને 1,525ની યાદીમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજીમાં કુલ 246 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે 163 વિદેશી ખેલાડીઓની પણ હરાજી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈના બે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.
મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે 5 ટીમોએ બોલી લગાવી હતી. જેનાથી બીસીસીઆઈને 4669.99 રુપિયા મળ્યા હતા.અદાણી સ્પોર્ટ્સલાઈન – 1,289 કરોડ (ગુજરાતની ટીમ), ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ – 912.99 કરોડ ( મુંબઈ ટીમ), રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ – 901 કરોડ ( બેંગ્લોર ટીમ), JSW GMR ક્રિકેટ ગ્રુપ – 810 કરોડ ( દિલ્હી ટીમ) અને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ – 757 કરોડ ( લખનઉ ટીમ).
હરાજીને સારી રીતે ચલાવવા માટે BCCIએ તેની સાથે એક મહિલા ઓક્શનરને જોડી હતી. મલિકા અડવાણી આ હરાજીમાં ઓક્શનર હતી. મલિકા આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ નામની ફર્મમાં કામ કરે છે. તે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ ઐતિહાસિક હરાજીની પ્રથમ ઓકશનર હશે.
Published On - 2:34 pm, Mon, 13 February 23