T-20 મહિલા વર્લ્ડ કપની રોમાંચક મેચ વચ્ચે ભારતમાં હાલમાં મહિલા પ્રીમિયર લીગને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન શરુ થશે. પણ તે પહેલા આજે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે હરાજી યોજાઈ છે. અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ પણ મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે બોલી લગાવી હતી.
અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ સૌથી વધારે 1,289 કરોડની બોલી લગાવીને ગુજરાત જાયન્ટસની ટીમ ખરીદી છે. ચાલો જાણીએ કે હરાજી દરમિયાન અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ પોતાની ટીમ માટે કયાં મહિલા ખેલાડીઓ પર બોલી લગાવી છે.
બેટર : બેથ મૂની (2 કરોડ), સોફિયા ડંક્લી (60 લાખ), સબીનેની મેઘના(30 લાખ), જ્યોર્જિયા વેરહેમ (75 લાખ), સુષમા વર્મા (60 લાખ)
બોલર : મોનિકા પટેલ (30 લાખ), પારુનિકા સિસોડિયા (10 લાખ)
ઓલરાઉન્ડર : એશ્લે ગાર્ડનર ( 3.2 કરોડ), એનાબેલ સધરલેન્ડ (70 લાખ), હરલીન દેઓલ ( 40 લાખ), ડિઆન્ડ્રા ડોટિન (60 લાખ), સ્નેહ રાણા ( 75 લાખ), દયાલન હેમલથા ( 30 લાખ), માનસી જોશી ( 30 લાખ), તનુજા કનવર (50 લાખ), અશ્વની કુમારી (35 લાખ)
કોચિંગ સ્ટાફ: રશેલ હેન્સ (મુખ્ય કોચ), નૂશીન અલ ખાદીર (બોલિંગ કોચ), તુષાર અરોથે (બેટિંગ કોચ), ગાવન ટ્વીનિંગ (ફિલ્ડિંગ કોચ), મિતાલી રાજ (માર્ગદર્શક અને સલાહકાર), હર્લે ગાલા (10 લાખ)
Presenting the Gujarat Giants @wplt20 team logo: the Asiatic Lioness roaring and looking forward to any challenge!
The Asiatic Lion, found only in Gujarat’s Gir National Park, is an enduring symbol of the state.
[1/2] pic.twitter.com/SAntd2Lrev
— Gujarat Giants (@GujaratGiants) February 12, 2023
Inaugural Women’s Premier League auction#WIPL2023 #WIPLAuction #WIPL #TV9News pic.twitter.com/4B2PxoR1jY
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2023
🚨 NEWS 🚨: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details 🔽 https://t.co/dHfgKymMPN
— Women’s Premier League (WPL) (@wplt20) February 7, 2023
Mumbai 📍 gearing up for the #WPLAuction 🔨
LET’S DO THIS 💪 pic.twitter.com/ISfKwlGiYj
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
Auction Briefing ✅
Over to the Big Day tomorrow ⌛️#WPLAuction pic.twitter.com/g5MLic83mc
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
WPLની હરાજીમાં કુલ 448 મહિલા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓને 1,525ની યાદીમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજીમાં કુલ 246 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે 163 વિદેશી ખેલાડીઓની પણ હરાજી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈના બે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.
મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે 5 ટીમોએ બોલી લગાવી હતી. જેનાથી બીસીસીઆઈને 4669.99 રુપિયા મળ્યા હતા.અદાણી સ્પોર્ટ્સલાઈન – 1,289 કરોડ (ગુજરાતની ટીમ), ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ – 912.99 કરોડ ( મુંબઈ ટીમ), રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ – 901 કરોડ ( બેંગ્લોર ટીમ), JSW GMR ક્રિકેટ ગ્રુપ – 810 કરોડ ( દિલ્હી ટીમ) અને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ – 757 કરોડ ( લખનઉ ટીમ).
હરાજીને સારી રીતે ચલાવવા માટે BCCIએ તેની સાથે એક મહિલા ઓક્શનરને જોડી હતી. મલિકા અડવાણી આ હરાજીમાં ઓક્શનર હતી. મલિકા આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ નામની ફર્મમાં કામ કરે છે. તે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ ઐતિહાસિક હરાજીની પ્રથમ ઓકશનર હશે.
Published On - 2:34 pm, Mon, 13 February 23