Video: શોટ માર્યાના 2 સેકન્ડ બાદ બેટ્સમેન ક્લીન બોલ્ડ ! ક્રિકેટના મેદાનમાં આવું ક્યારેય નહીં જોયું હોય

મહિલા બિગ બેશ લીગ 2024ની પ્રથમ નોકઆઉટ મેચ સિડની થંડર અને હોબાર્ટ હરિકેન્સની ટીમો વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં હોબાર્ટ હરિકેન્સની એક બેટ્સમેન વિચિત્ર રીતે ક્લીન બોલ્ડ થઈ હતી. આ ખેલાડીએ શોટ માર્યાના 2 સેકન્ડમાં પોતાની વિકેટ ગુમાવી દીધી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Video: શોટ માર્યાના 2 સેકન્ડ બાદ બેટ્સમેન ક્લીન બોલ્ડ ! ક્રિકેટના મેદાનમાં આવું ક્યારેય નહીં જોયું હોય
Womens Big Bash League 2024Image Credit source: Matt King/Getty Images
Follow Us:
| Updated on: Nov 27, 2024 | 5:03 PM

મહિલા બિગ બેશ લીગ 2024 હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. આ સિઝનની પ્રથમ નોકઆઉટ મેચમાં સિડની થંડર અને હોબાર્ટ હરિકેન્સની ટીમો સામ-સામે હતી. આ મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. વાસ્તવમાં, એક બેટ્સમેન શોટ માર્યાની 2 સેકન્ડ પછી ક્લીન બોલ્ડ થઈ, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જો આ બેટ્સમેન ક્લીન બોલ્ડ ન થઈ હોત તો તેના રનઆઉટ થવાનો ખતરો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બેટ્સમેન અજીબ રીતે થઈ આઉટ

આ મેચમાં હોબાર્ટ હરિકેન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ હોબાર્ટ હરિકેન્સે ત્રીજી ઓવરમાં જ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પહેલો ફટકો રૂથ જોન્સનના રૂપમાં લાગ્યો હતો. રૂથ જોન્સનને શબનિમ ઈસ્માઈલ દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવી હતી, પરંતુ જોન્સન જે રીતે ક્લીન બોલ્ડ થઈ, તેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, હોબાર્ટ હરિકેન્સની ઈનિંગ દરમિયાન, શબનિમ ઈસ્માઈલે ત્રીજી ઓવર ફેંકી હતી. શબનિમ ઈસ્માઈલની ઓવરના ચોથા બોલ પર રૂથ જોન્સને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

શોટ માર્યાના 2 સેકન્ડમાં ક્લીન બોલ્ડ

રૂથ જોન્સન પુલ શોટ રમવા માંગતી હતી, પરંતુ બોલ બેટની ટોચની ધાર પર લાગ્યો. જોકે, બોલ ઊંચો ગયો ન હતો અને રૂથ જોન્સન રન બનાવવા દોડી ગઈ હતી. આ પછી શબનિમ ઈસ્માઈલ તેને રન આઉટ કરવા દોડી હતી, પરંતુ આ દરમિયાન બોલ વિકેટ સાથે અથડાઈ અને રૂથ જોન્સન ક્લીન બોલ્ડ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, જો રૂથ જોન્સન ક્લીન બોલ્ડ ના થઈ હોત તો તે રન આઉટ થઈ હોત, કારણ કે બોલ વિકેટની નજીક હતો અને શબનિમ ઈસ્માઈલ પણ બોલની ખૂબ નજીક આવી ગઈ હતી.

View this post on Instagram

A post shared by Weber WBBL (@wbbl)

હોબાર્ટ હરિકેન્સે 126 રન બનાવ્યા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હોબાર્ટ હરિકેન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન રૂથ જોન્સન માત્ર 6 બોલનો સામનો કરી શકી હતી અને 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં તેણે એક ફોર ફટકારી હતી. જ્યારે કેપ્ટન એલિસ વિલાનીએ તેની ટીમ માટે સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 53 રન બનાવ્યા હતા. એલિસ વિલાનીની આ ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સિવાય લિઝલ લીએ 23 અને સુઝી બેટ્સે 17 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: IND vs AUS: યશસ્વી જયસ્વાલ બન્યો વિશ્વનો નંબર 2 બેટ્સમેન, વિરાટ કોહલીએ 9 બેટ્સમેનોને પછાડ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">