IND vs PAK, World Cup 2023: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત આવશે કે નહીં, પીએમ શહબાઝ શરીફે લીધો આ મોટો નિર્ણય
India vs Pakistan, World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે, પણ અત્યાર સુધી પાકિસ્તાનની ભારત આવવાની સ્થિત સ્પષ્ટ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસનો નિર્ણય સરકારને કરવા કહ્યું છે.
ભારતમાં આ વર્ષે ODI World Cup 2023 નું આયોજન થવાનું છે. આ વિશ્વ કપના કાર્યક્રમની થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રમાણે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે પણ પાકિસ્તાનના ભારત પ્રવાસનું ચિત્ર હજુ સ્પષ્ટ થયુ નથી. પાકિસ્તાન ભારતમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી નક્કી થયુ નથી. પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે એક મોટો નિર્ણય લીધો છે.
શરીફે એક હાઈ પ્રોફાઈલ કમિટી બનાવી છે, જે પાકિસ્તાન ટીમના વિશ્વ કપ માટે ભારત પ્રવાસને લઈને નિર્ણય લેશે. કમિટીની અધ્યક્ષતા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી કરશે. કમિટીમાં કાયદા મંત્રી નાઝિર તરાર, આંતરિક મુદ્દાઓના મંત્રી રાણા સનાઉલ્લા, અંતર પ્રાંતીય મુદ્દાઓના મંત્રી અહેસાન મઝારી અને માહિતી વિભાગના મંત્રી મરિયમ ઔરંગજેબને પણ સામેલ કરવામાં આવ્યા છે. વિશ્વ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે.
5 શહેરોમાં પાકિસ્તાનની લીગ મેચ
કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાનની ટીમ પોતાની લીગ મેચ ભારતના 5 શહેરોમાં રમશે. અમદાવાદમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે મેદાન પર ઉતરશે. આ સિવાય પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ, બેંગ્લુરૂ, ચૈન્નઇ અને કોલકત્તા માં પોતાની લીગ મેચ રમશે. પાકિસ્તાન પોતાના અભિયાનની શરૂઆત 6 ઓક્ટોબરના રોજ કરશે હૈદરાબાદમાં શ્રીલંકાની ટીમ સામે કરશે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે કરશે, પણ દરેક ક્રિકેટ ફેનની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર રહેશે.
Proud moment for India! Hosting the ICC Men’s Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we’ll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK
— Jay Shah (@JayShah) June 27, 2023
કેમ ધમકી આપી રહ્યુ હતુ પાકિસ્તાન
વિશ્વ ભરના ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ હાઈ વોલ્ટેજ મુકાબલાની રાહ જોઇ રહ્યું છે. વિશ્વ કપ પહેલા બંને ટીમો એશિયા કપમાં એક બીજા સામે ટકરાશે. એશિયા કપ અગાઉ પાકિસ્તાનમાં યોજાવાનું હતું, પણ ભારતને પાકિસ્તાનના પ્રવાસ પર જવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી, જે બાદ હવે એશિયા કપ સ્પર્ધાની વધુ મેચ શ્રીલંકામાં રમાશે. ભારતે જ્યારે એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસ પર જવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે પાકિસ્તાન વિશ્વ કપમાંથી હટવાની ધમકી આપવા લાગ્યું હતું.