WIW vs PAKW : એક બાદ એક બે ખેલાડી ચક્કર આવતા ફિલ્ડીંગ દરમ્યાન ઢળી પડ્યા, બંને હોસ્પિટલમાં દાખલ

|

Jul 03, 2021 | 11:03 AM

વેસ્ટઇન્ડીઝ (West Indies) ની ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી. એ દરમ્યાન જ અચાનક જ આ ઘટનાક્રમ સર્જાયો. મેચનુ પરીણામ ડકવર્થ લૂઇસ મુજબ જાહેર.

WIW vs PAKW : એક બાદ એક બે ખેલાડી ચક્કર આવતા ફિલ્ડીંગ દરમ્યાન ઢળી પડ્યા, બંને હોસ્પિટલમાં દાખલ
West Indies vs Pakistan

Follow us on

વેસ્ટઇન્ડીઝ અન પાકિસ્તાન (West Indies vs Pakistan) વચ્ચે એન્ટીગુયામાં રમાયેલી મહિલા ક્રિકેટ મેચમાં આંચકારુપ ઘટના બની હતી. ઘરેલુ મહિલા T20 શ્રેણી રમાઇ રહી હતી, આ દરમ્યાન દશેક મીનીટના અંતરમાં જ એક બાદ એક બે ખેલાડીઓ ચક્કર ખાઇ મેદાનમાં પડ્યા હતા. બંને ખેલાડીઓ વારાફરતી મેદાનમાં પડીને બેહોશ થઇ ગયા હતા. બંને ખેલાડીઓને બેહોશીની હાલતમાં જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એક બાદ એક બંને ખેલાડીઓ કેમ મેદાનમાં ઢળી પડ્યા, તે અંગે કોઇ જ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. હાલમાં બંને ખેલાડીઓની સ્થિતી સારી છે અને તેમની સારવાર ચાલી રહી છે. બંને ખેલાડીઓ મેદાનમાં ચાલુ મેચ દરમ્યાન બેહોશ થઇને ઢળી પડવાને લઇને મેડીકલ રિપોર્ટ્સ અપડેટની રાહ જોવાઇ રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝની મહિલા ટીમ આમને સામે T20 મેચ રમી હતી. આ દરમ્યાન પાકિસ્તાનની ટીમની બેટીંગ ઇનીંગ ચાલી રહી હતી. જ્યારે વેસ્ટઇન્ડીઝની ટીમ ફીલ્ડીંગ કરી રહી હતી. ત્યારે જ તેની બે મહિલા ખેલાડીઓ એક બાદ એક દશેક મીનીટના અંતરમાં ઢળી પડી. જેમાં એક આલીયા એલન (Aaliyah Alleyne) અને ચેડિયન નેશન (Chedean Nation) એમ બે ખેલાડીઓ હતી. જે બંને ખેલાડીઓ મેદાન પર અચાનક ચક્કર ખાઇ બેહોશ થઇ ગઇ હતી. બંનેને મેદાનથી સ્ટ્રેચર પર ઇમર્જન્સી વાન સુધી લઇ જવાયા હતા.

પહેલા બંને એ બેટીંગ કરી હતી

વેસ્ટઇન્ડીઝની બંને ખેલાડીઓ પૈકી ચેડિયન નેશને શાનદાર રમત બેટીંગ ઇનીંગ દરમ્યાન રમી હતી. પાકિસ્તાન સામે રમાયેલી સિરીઝની અંતિમ અને મહત્વની T20 મેચમાં નેશન અને એલન બંને એ બેટીંગ કરી હતી. જેમાં એલન 2 રન કરીને અણનમ રહી હતી. જ્યારે ચેડિયને 33 બોલમાં 28 રનની ઇનીંગ રમી હતી. વેસ્ટઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા.

ડકવર્થ લૂઇશ મુજબ પરીણામ

પાકિસ્તાનની મહિલા ટીમને કેરિબીયન ટીમથી 126 રનનુ લક્ષ્યાંક મળ્યુ હતુ. જે પડકારને પાર કરવા માટે પાકિસ્તાની ટીમે પ્રયાસ શરુ કર્યો હતો. વરસાદને લઇને મેચ પ્રભાવિત બની હતી. મેચમાં વરસાદની અડચણને લઇ પરીણામ ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે સામે આવ્યુ હતુ. પાકિસ્તાનની ટીમ મેચ રોકાવા સમયે 18 ઓવરમાં 6 વિકેટે 103 રન કરી શકી હતી. વિન્ડીઝ ટીમને 7 રને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જે સાથે જ પાકિસ્તાન T20 સિરીઝમાં ક્લીન સ્વીપ થઇ ગઇ હતી.

કેરિબયન ટીમ જીતની ખૂશીમાં

પાકિસ્તાની ટીમને ક્લીન સ્વીપ કરીને વેસ્ટઇન્ડીઝની ટીમે ડ્રેસિંગ રુમમાં ખૂબ ઉત્સવ મનાવ્યો હતો. વિન્ડીઝની મહિલા ખેલાડીઓએ જીતની ખૂશીને ખૂબ મનાવી હતી. જે ખૂશી જોતા સારવાર હેઠળ રહેલી બંને ખેલાડીઓ ચિંતામુક્ત હોવાનુ પણ માનવામાં આવી રહ્યુ છે.

Next Article