AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’62 ચોગ્ગા, 10 છગ્ગા…’ આ દિગ્ગજ બેટ્સમેને એક જ ઇનિંગમાં 501 રન બનાવ્યા, એકલા હાથે તોડ્યા બધા રેકોર્ડ

ક્રિકેટ ઇતિહાસમાં કેટલીક એવી ઇનિંગ્સ છે કે, જે ફક્ત રેકોર્ડ જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ ઉદાહરણ બની જાય છે. આવી જ એક ઇનિંગ વિન્ડીઝના બેટ્સમેને રમી હતી.

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' આ દિગ્ગજ બેટ્સમેને એક જ ઇનિંગમાં 501 રન બનાવ્યા, એકલા હાથે તોડ્યા બધા રેકોર્ડ
| Updated on: Jan 03, 2026 | 6:21 PM
Share

વિન્ડીઝના બેટ્સમેને 30 વર્ષ પહેલા એકલા હાથે 501 રન બનાવીને સમગ્ર ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું હતું. વર્ષ 1994 ની વાત છે, જ્યારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ મેચ રમાઈ રહી હતી.

આ મેચ ડરહામ અને વોરવિકશાયર વચ્ચેની રમાઈ રહી હતી. પહેલા બેટિંગ કરતા ડરહામે 8 વિકેટે 556 રનના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો. જોન મોરિસે બેવડી સદી ફટકારી 204 રન બનાવ્યા.

કોણ છે આ ‘દિગ્ગજ બેટ્સમેન’?

એવામાં કોઈને અપેક્ષા નહોતી કે, વોરવિકશાયરનો કોઈ બેટ્સમેન ડરહામ સામે ઇતિહાસ રચશે. વાત એમ છે કે, જ્યારે બ્રાયન લારા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર ફક્ત 8 રન હતો. પરિસ્થિતિ મુશ્કેલ હતી પરંતુ લારાની બેટિંગે મેચનું આખું રૂપ બદલી નાખ્યું.

આ પછી જે બન્યું તે ક્રિકેટના સુવર્ણ ચેપ્ટરમાં નોંધાયું. લારાએ તેણે સંયમ, ટેકનિક અને આક્રમકતાનું એવું મિશ્રણ દર્શાવ્યું કે, મેદાન પર ઊભી રહેલી આખી ડરહામ ટીમ લાચાર લાગતી હતી.

ટીમ કરતાં વધુ બાઉન્ડ્રી ફટકારી

લારાએ 427 બોલમાં 501 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે, લારાએ આખી ડરહામ ટીમ કરતાં વધુ બાઉન્ડ્રી ફટકારી હતી. આ આંકડા જ તેની ઇનિંગની ક્ષમતા વિશે ઘણું બધું કહી રહ્યા છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ પહેલી વાર હતું કે, જ્યારે કોઈ બેટ્સમેને 500 રનનો આંકડો પાર કર્યો હતો. આ પહેલા પાકિસ્તાનના હનીફ મોહમ્મદના 499 રનનો સ્કોર સૌથી વધુ માનવામાં આવતો હતો.

લારાનો અતૂટ રેકોર્ડ!

જો કે, લારાએ તે રેકોર્ડને તોડી નાખ્યો અને ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી. આજે પણ લારાની આ ઇનિંગ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ છે. જણાવી દઈએ કે, બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટમાં 400 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન પણ છે. વર્ષ 2004 માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી તે ઇનિંગ આજે પણ અતૂટ છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
g clip-path="url(#clip0_868_265)">