શું વર્લ્ડ કપ માટે અશ્વિનની પસંદગી થશે? જો આમ થાય તો ટીમ ઈન્ડિયાને ફાયદો કે નુકસાન?
અશ્વિને ભારત માટે રમાયેલી 113 વનડેમાં 33.49ની એવરેજથી 151 વિકેટ લીધી છે. આમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 4 વિકેટ રહ્યું છે. અશ્વિને ભારતની ધરતી પર 65 વિકેટ લીધી છે જેમાં તેની એવરેજ 30.87 છે. અશ્વિને વર્લ્ડ કપની 10 મેચમાં 17 વિકેટ લીધી છે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની પસંદગીનો સમય હવે નજીક આવી રહ્યો છે. ઘણા ખેલાડીઓની પસંદગીને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યારે કેટલાક એવા નામ છે, જેમની વર્લ્ડ કપ (World Cup 2023)માં પસંદગી થવાની કોઈ ચર્ચા નથી. એવું જ એક નામ છે રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin).
અશ્વિન ODI ટીમમાં ફિટ નથી બેસતો !
હવે સવાલ એ છે કે અશ્વિનની વર્લ્ડ કપ માટે પસંદગી થવાની શક્યતાઓ કેટલી છે? અને, જો તેની પસંદગી થાય છે, તો તે ટીમ ઈન્ડિયાને કેટલી હદે ફાયદો અને નુકસાન કરશે? તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ટીમમાં અશ્વિનની પસંદગીની શક્યતાઓ નહિવત છે અને ક્રિકેટના દિગ્ગજ પણ આ સાથે સહમત છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મતે અશ્વિન ચેમ્પિયન બોલર છે. તેણે વર્લ્ડ કપ જીત્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ટેસ્ટમાં તેની ઘણી વિકેટ છે. તેમ છતાં તેને નથી લાગતું કે તે ભારતની ODI ટીમમાં વર્લ્ડ કપ રમતો જોવા મળશે.
Is India’s ODI side missing an off-spinner of Ashwin’s quality? Should they consider the veteran bowler for the Asia Cup squad#HaveYourSay #India #SquadGoals pic.twitter.com/NdlxhYhfgg
— Cricbuzz (@cricbuzz) August 19, 2023
વર્લ્ડ કપ ટીમમાં આ કારણે સ્થાન નહીં મળે !
હવે આ પ્રશ્ન પણ એટલો જ માન્ય છે કે શા માટે અશ્વિનને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળી શકે? તો આનો પહેલો જવાબ એ છે કે તે લાંબા સમયથી ક્રિકેટના આ ફોર્મેટથી દૂર છે. અશ્વિનને ODI રમ્યાને દોઢ વર્ષ વીતી ગયું છે. તેણે છેલ્લી ODI જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
અશ્વિનની ODI ટીમમાં પસંદગી ન થવા પાછળનું બીજું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાનું હાલનું મેનેજમેન્ટ ફિંગર સ્પિનરો કરતાં રિસ્ટ સ્પિનરોમાં વધુ માને છે. તાજેતરના સમયમાં રિસ્ટ સ્પિનરોએ જેટલી સમસ્યાઓ ઊભી કરી છે તેટલી સમસ્યાઓ ફિંગર સ્પિનરો બેટ્સમેનો માટે ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
અશ્વિન 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ પછી તે 2015નો વર્લ્ડ કપ પણ રમ્યો હતો. પરંતુ, 2019 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. અશ્વિનને 2023 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળવાનું આ પણ એક કારણ હોઈ શકે છે.
Ravichandran Ashwin has:
– 474 wickets in Tests. – 151 wickets in ODI. – 300 wickets in T20.
An All time legend, Ash. pic.twitter.com/UYeWXvdpyV
— Johns. (@CricCrazyJohns) April 30, 2023
આ પણ વાંચો : IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!
અશ્વિનના પ્રદર્શનનો ફાયદો કે નુકસાન?
જોકે, જો અશ્વિનને હજુ પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળે છે તો તેનાથી ભારતને ફાયદો થશે કે નુકસાન? આ માટે તમારે તેનું પ્રદર્શન જોવું પડશે. અશ્વિને 2011 અને 2015 વર્લ્ડ કપ સહિત 10 મેચોમાં 17 વિકેટ લીધી છે. તેણે ભારતની ધરતી પર રમાયેલી 42 વનડેમાં 30.87ની એવરેજથી 65 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ વર્ષ 2013 માં જોવા મળ્યું, જ્યારે તે તેના ટોચ ફોર્મમાં હતો. ODI ફોર્મેટમાં અશ્વિન ઓછી મેચો રમી છે એવામાં વિકેટ બેગ પણ ઓછી છે. આવી સ્થિતિમાં, જો તે ભારતીય ટીમમાં પસંદ થાય છે, તો તમે સારી રીતે વિચાર કરી શકો છો કે તેનો ફાયદો થશે કે નુકસાન?