AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને આરામ આપવામાં આવશે કે નહીં? દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે

Team India: દક્ષિણ આફ્રિકાથી (CSA) સિરીઝ માટે ટીમની પસંદગી IPL 2022ના પ્લે-ઓફ દરમિયાન કરવામાં આવશે. આ સીરિઝમાં માત્ર રોહિત શર્મા (Rohit Sharma) જ કેપ્ટન રહેશે કે તેને આરામ મળશે, આ અંગે સિલેક્ટરે મોટી વાત કહી છે.

રોહિત શર્માને આરામ આપવામાં આવશે કે નહીં? દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે
Team India (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 9:58 PM
Share

અહીં IPL 2022 પુરી થશે અને દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણીનો શંખ વાગશે. 5 ટી20 મેચોની શ્રેણીમાં રોહિત શર્મા (Rohit Sharma)ને આરામ આપવામાં આવશે અથવા તો તેને ટીમની કમાન સોંપવામાં આવશે, તેના પરથી પડદો ઉંચકતો જણાય છે. InsideSportના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. મતલબ કે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India)ની કમાન તેના હાથમાં રહેશે.

IPL 2022માંથી મુંબઈ ઈન્ડિયન્સના વહેલા બહાર થવાને કારણે રોહિત શર્માને આ શ્રેણીમાં રમવાની મંજૂરી મળી છે. અગાઉ એવી વાત હતી કે IPL બાદ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. પરંતુ મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાઈ ન થઈ શકવાના કારણે રોહિત શર્માને એક સપ્તાહનો આરામ મળશે. આનાથી તેના દક્ષિણ આફ્રિકા સામે રમવાની શક્યતા ખુલી ગઈ.

આઈપીએલ 2022ના પ્લે-ઓફ દરમિયાન સાઉથ આફ્રિકાથી સિરીઝ માટેની ટીમની પસંદગી કરવામાં આવશે. સિલેક્ટરે InsideSportને જણાવ્યું કે “આઈપીએલ 2022ના પ્લે-ઓફ દરમિયાન અમે દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ટીમની પસંદગી કરીશું. રોહિત શર્મા આ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.

સીરિઝના 5 દિવસ પહેલા ખેલાડીઓ NCA પહોંચશે

ભારતીય પસંદગીકારે એમ પણ કહ્યું કે “ટીમની પસંદગી બાદ એનસીએમાં ખેલાડીઓ પહોંચશે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની શરૂઆત પહેલા આ તમામનો ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવશે. 5 T20 મેચોની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ 9 જૂનથી શરૂ થશે.

ટીમની પસંદગી પહેલા વિરાટ કહોલી સાથે થશે વાત

રોહિત શર્માની ઉપલબ્ધતાની પુષ્ટિ કર્યા પછી પસંદગીકર્તાએ એમ પણ કહ્યું કે શ્રેણી માટે ટીમ પસંદ કરતા પહેલા વિરાટ કોહલી સાથે પણ વાત કરવામાં આવશે કે તે આરામ કરવા માંગે છે કે ફરીથી રમવા માંગે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન હાલ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.

5 શહેરોમાં રમાશે ટી20 સીરિઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી 5 શહેરોમાં રમાશે. તેની શરૂઆત દિલ્હીથી થશે. 9 જૂને દિલ્હીમાં મેચ રમ્યા બાદ બીજી T20 12 જૂને કટકમાં, ત્રીજી T20 વિઝાગમાં 14 જૂને, ચોથી T20 17 જૂને રાજકોટમાં અને 5મી અને છેલ્લી T20 19 જૂને બેંગલુરુમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ બનાવવાના હેતુથી ભારત માટે આ સિરીઝ મહત્વપૂર્ણ બની શકે છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">