AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL ચેમ્પિયન RCB વેચાશે ! Diageo ખરીદદાર શોધી રહ્યો છે, જાણો જીત્યા પછી આવું કેમ કરી રહ્યું છે

IPL 2025 ની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને લઈને મોટો ફેરફાર થઈ શકે છે. બ્લૂમબર્ગના મતે, RCB ની માલિકી ધરાવતી Diageo Plc તેનો હિસ્સો વેચવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જોકે, કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Breaking News : IPL ચેમ્પિયન RCB વેચાશે ! Diageo ખરીદદાર શોધી રહ્યો છે, જાણો જીત્યા પછી આવું કેમ કરી રહ્યું છે
| Updated on: Jun 10, 2025 | 3:22 PM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જે આ વખતે આઈપીએલ 2025ની ચેમ્પિયન રહી છે. હવે માલિક બદલવાનો વિચાર કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ આરસીબીની ઓનરશીપ વાળી Diageo Plc તેનો હિસ્સો વેચવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જોકે આ અંગે Diageoએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. રિપોર્ટ મુજબ Diageo દ્વારા આરસીબીમાં પોતાની ભાગેદારી વેચવાનું કારણ આરોગ્ય મંત્રાલયનો આદેશ છે.

આરોગ્ય મંત્રાલયનો આદેશ બન્યો કારણ!

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય આઈપીએલમાં દારુ અને તમાકુ પ્રોડક્ટના પ્રચાર પર પ્રતિબંધ કરવાની દિશામાં એક્ટિવ છે. મંત્રાલય ઈચ્છે કે, ખેલાડીઓ પણ કોઈ અનહેલ્ધી પ્રોડક્ટના પ્રચારથી દુર રહે. ભારતમાં પહેલાથી જ દારુ અને તમાકુની સીધી જાહેરાત પર પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ મોટી કંપનીઓ ઘણીવાર સોફ્ટ ડ્રિંક્સ અથવા અન્ય બ્રાન્ડ નામો દ્વારા તેમના ઉત્પાદનોનો આડકતરી રીતે પ્રચાર કરતી રહી છે.

હવે આરોગ્ય મંત્રાલય આ અંગે કડક પગલાં લેવાના મૂડમાં છે અને ડિયાજિયો પીએલસી દારૂના વ્યવસાયમાં છે. આને ધ્યાનમાં રાખીને, ડિયાજિયો તેનો હિસ્સો વેચવા માટે વિકલ્પો શોધી રહી છે. ડિયાજિયોએ અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે અને યુનાઇટેડ સ્પિરિટ્સ તરફથી પણ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

આરસીબીનો ઇતિહાસ અને ડિયાજિયોની ભૂમિકા

આરસીબીની શરુઆત વિજય માલ્યાએ કરી હતી. તેની Kingfisher Airlines ડૂબ્યા બાદ Diageoએ તેની દારુ કંપની United Spiritsને ખરીદ્યી આરસીબીનું નિયંત્રણ મેળવ્યું. આ વર્ષે આરસીબીએ આઈપીએલ જીતીને ઇતિહાસ રચ્યો, ટીમની પ્રથમ ટ્રોફીએ બ્રાન્ડ વેલ્યુને વધુ મજબૂત બનાવી છે. વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓએ આરસીબીની લોકપ્રિયતામાં ઘણું યોગદાન આપ્યું છે.

United Spiritsમાં Diageoની કેટલી ભાગેદારી

હજુ આરસીબીની માલિક Diageo Relay છે. ટ્રેન્ડલાઈન અનુસાર આ કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડમાં 55.88 ટકા હોલ્ડિંગ પોતાની પાસે રાખે છે. જેમાં વિજ્ય માલ્યાની હજુ પણ 0.01 ભાગેદારી છે.

વેચાણથી શું બદલાશે?

RCBના વેચાણથી IPL ફ્રેન્ચાઇઝ માર્કેટમાં મૂલ્યાંકનનો નવો ધોરણ સ્થાપિત થઈ શકે છે. IPL હવે ફક્ત ક્રિકેટ લીગ નથી રહી પરંતુ એક વૈશ્વિક બિઝનેસ બ્રાન્ડ બની ગઈ છે, જેની તુલના હવે NFL અને ઇંગ્લિશ પ્રીમિયર લીગ જેવી લીગ સાથે કરવામાં આવી રહી છે.

Diageo માટે ટીમને વેંહચવી એક સ્ટ્રેટજિક પગલું હોય શકે છે. કારણ કે, અમેરિકા જે Diageoનું સૌથી મોટું માર્કેટ છે. દારુના વેચાણમાં ઘટાડો આવ્યો છે. કંપની પોતાના નોન-કોર એસેટ્સ વેચીને તેના ઓપરેશન્સમાં સુધારો કરવા માટે કામ કરી રહી છે. RCBના વધતા બ્રાન્ડ મૂલ્યને કારણે, આ સોદો તેમને સારું વળતર આપી શકે છે.

IPLની વધતી ચમક

આઈપીએલ હવે માત્ર એક સ્પોર્ટસ ઈવેન્ટ બની ચૂકી છે. 3 કલાકની મેચના ફોર્મેટમાં કરોડો ચાહકોની હાજરી અને બ્રાન્ડ વેલ્યુમાં વધારાને કારણે રોકાણની દ્રષ્ટિએ IPL ખૂબ જ આકર્ષક બન્યું છે.

આરસીબીની બ્રાન્ડ વેલ્યુ કેટલી વધી?

બ્રાન્ડ ફાઈનેન્સના મુજબ 2024સુધી આરસીબીની બ્રાન્ડ વેલ્યુ 117 મિલિયન ડોલર છે. સોર્સ મુજબ આરસીબીની જીત બાદ આની બ્રાન્ડ વેલ્યુ 25-30 ટકા વધી છે. ET અનુસાર, Diageo કંપની તેની ફ્રેન્ચાઇઝીની કિંમત લગભગ 2 અરબ ડોલર સુધી રાખી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ જીત બાદ RCBએ 17 વર્ષના દુકાળનો અંત લાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">