WI vs IND: ‘બાપુ બધુ સારૂ છે’, અક્ષર પટેલની ઇનિંગ જોઇને રોહિત શર્માએ કરી મજેદાર ટ્વિટ

|

Jul 26, 2022 | 7:29 AM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) એ બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવ્યું. ટીમની જીતનો હીરો અક્ષર પટેલ (Axar Patel) રહ્યો હતો. તેણે 64 રનની અણનમ ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. આ યાદગાર ઇનિંગ માટે અક્ષરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

WI vs IND: બાપુ બધુ સારૂ છે, અક્ષર પટેલની ઇનિંગ જોઇને રોહિત શર્માએ કરી મજેદાર ટ્વિટ
Axar Patel and Rohit Sharma (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) એ રવિવારે વિન્ડીઝ ટીમ (West Indies Cricket) સામે તોફાની બેટિંગ કરતા માત્ર 35 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. અક્ષર પટેલની આ ઇનિંગને કારણે ભારતે બીજી વનડેમાં યજમાન ટીમને બે વિકેટથી હરાવીને વનડે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 જુલાઈએ રમાશે.

મેચ વિનિંગ ઈનિંગ્સ બાદ અક્ષર પટેલના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. ટીમ ઈન્ડિયાના નિયમિત સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ તેના વખાણમાં ગુજરાતી ભાષામાં એક ખાસ ટ્વીટ કર્યું છે. રોહિતે લખ્યું, ‘વાહ, ટીમ ઈન્ડિયાએ ગઈકાલે રાત્રે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાપુ બધુ સરુ છે.’ નોંધનીય છે કે ભારતીય ખેલાડીઓ અક્ષર પટેલને બાપુના નામથી બોલાવે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

અક્ષર પટેલે રોહિત શર્માના ટ્વિટ બાદ જવાબ આપ્યો અને કહ્યું, ‘બધુ સારુ છે રોહિત ભાઈ, ધન્યવાદ…ચીયર્સ’

 

અક્ષર પટેલે આઈપીએલને ક્રેડિટ આપ્યું

રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા શિખર ધવને (Shikhar Dhawan) પણ અક્ષરના વખાણ કર્યા હતા. ધવને કહ્યું, ‘અક્ષરે જે રીતે રમ્યું તે અદ્ભુત હતું. આપણું ડોમેસ્ટિક અને આઈપીએલ ક્રિકેટ આપણને તૈયાર રાખે છે. કારણ કે આપણે ભીડની સામે રમીએ છીએ. ત્યાર બાદ અક્ષર પટેલે પણ કહ્યું કે, ‘તેણે આઈપીએલમાં ઘણી વખત આવું કર્યું છે. તે એક મોટું પ્લેટફોર્મ લાવે છે.’

ટીમને નિર્ણાયક સમયે જીત અપાવી એ મારા માટે ખુબ સારી ખાસ છેઃ અક્ષર પટેલ

મેચ બાદ અક્ષર પટેલે કહ્યું કે, તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી મેળવેલ અનુભવનો ઉપયોગ કર્યો. અક્ષર દિલ્હી કેપિટલ્સનો એક ભાગ છે અને તે આ સિઝનમાં પાંચમા ક્રમે આવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ 28 વર્ષીય અક્ષરે કહ્યું, ‘તે ખૂબ જ ખાસ છે. તે નિર્ણાયક સમયે આવ્યો અને ટીમને શ્રેણી જીતવામાં પણ મદદ કરી.’

અક્ષર પટેલે વિજયી છગ્ગો ફટકારીને ટીમને જીતાડી

વિન્ડીઝ સામેની બીજી વનડેમાં શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ અડધી સદી ફટકારી હતી. પરંતુ અક્ષરની ઈનિંગ પર છવાયેલો રહ્યો હતો. જ્યારે અક્ષર 39મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતને 105 રનની જરૂર હતી અને ટીમની પાંચ વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં અક્ષરે દીપક હુડ્ડા સાથે મળીને 33 બોલમાં 51 રન જોડીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. બાદમાં, પચાસમી ઓવરમાં અક્ષરે કાયલ મેયર્સ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો.

Next Article